બેદરકાર તંત્ર:તળાજામાં શાળાઓ તથા વસાહતો નજીક ઉભા કરાયેલ મોબાઇલ ટાવરો ખતરાની ઘંટી

તળાજા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાવર ધારકો પાસે તળાજા નગર પાલિકાનું લાખો રૂપિયાનું લેણું બાકી
  • રેડીએશન તથા જનરેટરથી ધ્વની પ્રદુષણ જન આરોગ્યને ગંભીર અસર છતાં તંત્ર કાર્યવાહી કરવામાં મુહૂર્તની રાહ જુએ છે

તળાજા શહેરમાં સંદેશ વ્યવહાર, મોબાઈલ અનેડીજીટલ ઇક્વિપમેન્ટસનાં વિકાસની સાથે નગરમાં ઠેર-ઠેર ઉભા કરાયેલ મોબાઇલનાં તોતીંગ ટાવરોથી તળાજાના નગરજનોના સામાન્ય જીવનમાં સુક્ષ્મ રીતે ખતરાની ઘંટી વાગી રહી છે. આવા ટાવરોને કારણે નજીકનાં વિસ્તારમાં ચોમેર રેડીએશન અને ધ્વની પ્રદુષણથી રહેણાંકી વિસ્તારો,શાળાઓ અને જાહેર આરોગ્ય પ્રભાવીત થઇ રહ્યા છેજેની ગંભીરતા સમજી આવા ટાવરો દુરનાં વિસ્તારોમાં સ્થાપીત કરવા જોઇએ તેવી માંગ ઉઠી છે.તળાજા નગર પાલિકા પણ સમયસર ઉઘરાણી નહી કરતી હોવાથી મોબાઇલ ટાવર ધારકો પાસે લાખો રૂપિયાની વસુલાત પણ બાકી છે.તળાજાના અનેક એવા વિસ્તારો છે જયાં ટાવરો ઉભા કરી દેવાયા છે.

તળાજા પાલિકાનું 13 ટાવર ધારકો પાસે 32.27 લાખનું લેણું
તળાજા નગરપાલિકાના મોબાઈલ ટાવરવાળી મિલકત કરદાતાઓના લિસ્ટમાં 13 જેટલા મિલકત ધારકો નોંધાયેલા છે, તેઓની પાસે તળાજા નગર પાલિકાની નવેમ્બર 2022 ના બીજા વિક સુધીમાં બાકી લેણાની રકમ રૂપિયા 32, 27,030 (32.27) લાખની થવા જાય છે. હકીકતે તળાજામાં 13 થી વધુ ટાવર દેખાઈ રહ્યા છે.આ ટાવરો દ્વારા મોબાઈલ કંપનીઓ તગડી કમાણી કરે છે અને મિલકત ધારકો ટાવર કંપની પાસે મોટા ભાડા વસૂલ કરે પરંતુ તળાજા નગરપાલિકાની ડામાડોળ આર્થિક પરિસ્થિતિ છતાં મોટી રકમના પાલિકાના આ લેણા વસુલાત માટે પાલિકાએ શું કાર્યવાહી કરી ? તેનો તળાજાના સામાન્ય પ્રમાણિક કર દાતાઓ જવાબ માગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...