આરોગ્યલક્ષી સેવા અપૂરતી:તળાજા તાલુકો આરોગ્ય સુવિધામાં મીંડું

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ અને સામાન્ય વર્ગનાં દર્દીઓને આરોગ્યલક્ષી સેવા મેળવવામાં મુશ્કેલી
  • 117 જેટલા ગામોનો સમુહ ધરાવતો તાલુકો
  • તળાજા રેફરલ હોસ્પિટલમાં અપૂરતાં ડોક્ટરો અને સ્ટાફના અભાવે આરોગ્ય વિષયક સેવા નબળી : હોસ્પિટલનું અત્યંત જૂનું બિલ્ડીંગ

બી.કે.રાવળ :
તળાજા શહેર અને તાલુકાના 117 ગામડાઓની આરોગ્યવિષયક સુવિધા માટેની ભારે અગત્યની 30 પથારી સાથેની એફ.આર.યુ (ફર્સ્ટ રેફરન્સ યુનિટ) કક્ષા ધરાવતી તળાજા રેફરલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનાં મેન્યુઅલ મુજબ પુરાત મેડિકલ ઓફિસરો, સ્ટાફ અને સંસાધનોને અભાવે તાલુકાના પ્રજાજનોને મળવા પાત્ર સુવિધા અપૂરતી મળે છે. જેથી ગરીબ અને સામાન્ય વર્ગનાં દર્દીઓને આરોગ્યલક્ષી સેવા મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે.

હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા ઘણા વર્ષોથી વપરાયેલ છે તેમજ મેડિકલ ઓફીસર, ક્લેરીકલ નર્સિંગ સહી માન્ય મહેકમ મુજબની ઘણી ખરી જગ્યા પણ વપરાયેલી છે. ઘણા વર્ષથી ઇન્ચાર્જ સુપરટિેન્ડેન્ટ હોસ્પિટલની ઘણી ખરી સેવા બજાવે છે તથા અન્ય કાયમી મેડિકલ ઓફિસરોને બદલે એક વર્ષના બોન્ડ ઉપર એક જેન્ટસ અને એક લેડી ડોક્ટર ફરજ બજાવે છે. અહીં કાયમી સુપ્રિટેન્ડેન્ટ, જનરલ સર્જન, એમ.ડી.ફિઝિશિયન, ક્વોલિફાઈ ગાયને ડોક્ટર, બાળ રોગ નિષ્ણાતની કાયમી નિમણૂક કરવી જરૂરી છે

સોનોગ્રાફી મશીન અન્યત્ર મોકલી દેવાયુ
તળાજા સામાજીક આરોગ્ય કેન્દ્દને અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા ફાળવાયેલા સોનોગ્રાફીને મશીન તેનાં સ્પેશ્યાલિસ્ટ ડોકટરનાં અભાવે કુળ ખાતુ હોય અન્યત્ર મોકલી દેવામાં આવતા જરૂરિયાતવાળા દર્દીઓના નિદાન સારવારને અભાવે મોંઘી દાટ ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે.

કેટલીક સુવિધા શરૂ થતા દર્દીઓને થયો લાભ
તળાજાનાં રેફરલ હોસ્પિટલમાં ગત વર્ષમાં દંત ચિકિત્સા વિભાગ અને ફીઝિયોથેરાપી વિભાગ શરૂ કરી. ડોકટરોની નિમણુંક થયેલ છે આ બંને વિભાગોને સુવિધા યુક્ત બનાવવાની ખાસ જરૂરિયાત છે. હોસ્પિટલમાં તાજેતરમાં ડાયાલિસિસની સુવિધા માટે ત્રણ યુનિટ મૂકવામાં આવેલ છે જેમાં સેક્યુલર ટેક્નિશિયન અને હેલ્પરનો સેવા મળતી હોવાથી અહીં ડાયાલિસિસની સ્થાનિક દર્દીઓને સારવાર મળી રહે છે.​​​​​​​

હોસ્પિટલનું વર્ષો જૂનું બિલ્ડીંગ પણ જર્જરિત
હોસ્પિટલનો બિલ્ડીંગ જર્જરિત થઈ ગયેલ છે વર્ષો જૂના આ બિલ્ડિંગમાં વારંવાર રીનોવેશન થયેલ છે. હોસ્પિટલને અધ્યતન સુવિધા સાથેનું નવું પરિસર બનાવવાની દરખાસ્ત થઇ છે પણ તે માટે ઝડપી અને પરિણામલક્ષી પ્રયત્નો કરવાની જરૂર છે.​​​​​​​

ખાસ ઓપરેશન માટે દર્દીને અન્યત્ર મોકલાય છે
તળાજાની આ રેફરલ હોસ્પિટલમાં દર મહિના અંદાજિત 40 થી 50 સફળ ડિલિવરી થાય છે પરંતુ સિઝેરિયન ઓપરેશનની જરૂરિયાત પડે તો મહિલા દર્દીને અન્યત્ર રીફર કરવા પડે છે. આ હોસ્પિટલમાં અદ્યતન ઓપરેશન થિયેટર નથી સામાન્ય રૂમમાં વિઝિટર ડોક્ટર દ્વારા નબંધી સહિત સામાન્ય કક્ષાના ઓપરેશન થાય છે.​​​​​​​

ઇમર્જન્સી સારવારમાં દર્દીઓને ફક્ત પાટા
તાલુકાનું મુખ્ય મથક નેશનલ હાઇવેના સંવેદનશીલ વિસ્તારમાં આવેલ હોવા છાત તળાજાના રેફરલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સમયે જરૂરિયાતવાળા દર્દીઓને ફક્ત પાટા છીંડી કરીને રીફર કરી દેવામાં આવે છે 24 કલાક તમામ પ્રકારની ઇમરજન્સી સારવાર મળી શકતી નથી જેથી દર્દીની જિંદગી જોખમાપ છે. હોસ્પિટલમાં એક્સ-રે ટેક્નિશિયન ઓપીડી સમયે જ ઉપલબ્ધ હોય છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...