તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દિહોર પંથકના અનેક ગામો બારમાસી સિંચાઇથી વંચિત, ચૂંટણીમાં સિંચાઇ સુવિધાનો પ્રશ્ન મહત્વનો બનશે

તળાજા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સિંચાઇ સુવિધા , તળાવો ઉંડા ઉતારવા તથા નવા કુદરતી જળાશયો નિર્માણ કરવાની તાતી જરૂર

તળાજા તાલુકાનાં દિહોર, ટીમાણા પંથકનાં કેટલાએ અંતરીયાળ ગામો જે તળાજા શિહોર, પાલીતાણા તાલુકાની વચાળ આવેલ હોવા છતાં માત્ર વરસાદ આધારીત ખેતી અને કેટલાક વિસ્તારમાં શેત્રુંજી સિંચાઇનો લાભ ઓછો મળતો હોય આ વિસ્તારમાં પાણી અને સિંચાઇ સુવિધા વધારવા માટે જુના તળાવો ઉંડા કરવા માટે દિહોર વિસ્તારનાં પ્રજાનાં પ્રતિનીધીઓ અને આગેવાનોએ કાર્યપાલક ઇજનેર, જી.પંચાયત સિંચાઇ વિભાગ સમક્ષ અવારનવાર અને લેખીત રજુઆત કરી હતી પરંતુ તે અંગે ધ્યાન અપાયું ન હતું આ વિસ્તારનાં અનુભવી ખેડૂતો, આગેવાનો, યુવાનોનો સહકાર મેળવી ઓછા ખર્ચે વધુ સિંચાઇ સુવિધા ઉભી થાય તેવી અપેક્ષા રાખે છે.

આ વિસ્તારોમાં મોટી માંડવાળી નજીક દિપડાધાર નામે ઓળખાતા એરિયામાં બે ધાર વચ્ચે મજબુત પાળો બાંધીને કુદરતી તળાવ સર્જન થઇ શકે છે. તથા ચુડી ગામ નજીક આવેલ લાકડીયા ગોચર વિસ્તારમાં બે મોટીધારને જોડીને જળાશય બનાવવા દસ વર્ષ પહેલા સર્વે થયો હતો. તેને સામેલ કરી યોજનામાં અમલીકરણ કરીને વિશાળ જળાશય થઇ શકે છે તેમજ અહી આવેલ સઇની ધારથી ગઢીયા ડુંગર સુધી અને ઢોલીધાર વચ્ચે કુદરતી તળાવ સર્જાય તો ચુડી, લાકડીયા, બેલા, સમઢીયાળા સહિતનાં ગામોની પાણી અને ખેતી પિયત સુવિધા ખૂબજ સુધરી શકે છે.

દિહોર વિસ્તારમાં આવેલ જુના તળાવ-ચેકડેમો કાંપથી બુરાઇ ગયા હોય આવા દિહોર-રાજપરા નં.2 રોડ પર નંદનીલ તરીકે ઓળખાતું તળાવ ઉંડુ અને પહોળુ કરવા તથા દિહોર ધણહેર વિસ્તારમાં ચાલુ તળાવ ઉંડુ ઉતારવા તેમજ બાખલકા વાડી વિસ્તારનાં ચેકડેમનો કાંપ દૂર કરી ઉંડા ઉતારવાની ખાસ જરૂરીયાત છે હવે આગામી પંચાયતોની ચુંટણીમાં આ વિસ્તારનાં સિંચાઇ વંચિત ગામોનાં ખેડૂતો જાગૃતિ દાખવે તે જરૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો