તળાજા તાલુકાનાં દિહોર, ટીમાણા પંથકનાં કેટલાએ અંતરીયાળ ગામો જે તળાજા, શિહોર,પાલીતાણા તાલુકાની વચ્ચે આવેલ હોવા છતાં માત્ર વરસાદ આધારીત ખેતી અને કેટલાક વિસ્તારમાં શેત્રુંજી સિંચાઇનો લાભ ઓછો મળતો હોય આ વિસ્તારમાં પાણી અને સિંચાઇ સુવિધા વધારવા માટે જુના તળાવો ઉંડા કરવા માટે દિહોર વિસ્તારનાં જી.પંચાયત સિંચાઇ વિભાગ સમક્ષ લેખીત રજુઆત કરી ઓછા ખર્ચે વધુ સિંચાઇ સુવિધા ઉભી કરવા અનુરોધ કરેલ છે.
આ વિસ્તારોમાં મોટી માંડવાળી નજીક દિપડાધાર નામે ઓળખાતા એરિયામાં બે ધાર વચ્ચે મજબુત પાળો બાંધીને કુદરતી તળાવ સર્જન થઇ શકે છે તથા ચુડી ગામ નજીક આવેલ લાકડીયા ગોચર વિસ્તારમાં બે મોટીધારને જોડીને જળાશય બનાવવા દસ વર્ષ પહેલા સર્વે થયો હતો તેને સામેલ કરી યોજનામાં અમલીકરણ કરીને વિશાળ જળાશય થઇ શકે છે.
તેમજ અહી આવેલ સઇની ધારથી ગઢીયા ડુંગર સુધી અને ઢોલીધાર વચ્ચે કુદરતી તળાવ સર્જાય તો ચુડી, લાકડીયા, બેલા, સમઢીયાળા સહિતનાં ગામોની પાણી અને પિયત સુવિધા ખૂબજ સુધરી શકે છે.દિહોર વિસ્તારમાં આવેલ જુના તળાવ-ચેકડેમો કાંપથી બુરાઇ ગયા હોય આવા દિહોર-રાજપરા નં.2 રોડ પર નંદનીલ તરીકે ઓળખાતું તળાવ ઉંડુ અને પહોળુ કરવા તથા દિહોર ધણહેર વિસ્તારમાં ચાલુ તળાવ ઉંડુ ઉતારવા તેમજ બાખલકા વાડી વિસ્તારનાં ચેકડેમનો કાંપ દૂર કરી ઉંડા ઉતારવાની ખાસ જરૂરીયાત છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.