હાલાકી:તળાજાના અનેક અંતરિયાળ ગામો એસ.ટી ની સુવિધાથી હજુ વંચિત, નવુ એસ ટી સ્ટેન્ડ બન્યા બાદ પણ સુવિધા વધી નહી

તળાજા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસ.ટી ના અભાવે જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની પડતી ફરજ

તળાજા એસ.ટી.ડેપોના નવા અદ્યતન બસ સ્ટેન્ડના પ્રારંભ પછી પણ તળાજા વિસ્તારની એસ.ટી. પરીવહનની સુવિધા ખાસ વધારાઇ નથી.તળાજા શહેર તાલુકો ખેતીવાડી અને ગ્રામ વિકાસ ક્ષેત્રે પ્રગતિશીલ હોવા છતા આઝાદીના સાત દાયકા બાદ તાલુકાના અનેક ગામો એસ.ટી પરિવહનની સરળ સુવિધાથી હજુ પણ વંચિત છે.લોકોને હતુ કે એસ.ટી.ડેપો ટનાટન બન્યા બાદ લોકોને વધુ સારી સુવિધા મળશે પણ એવુ કંઇ નથી.

તળાજા શહેર તાલુકાનુ મુખ્ય કેન્દ્ર હોઇ આજુબાજુના તેમજ દૂર દૂરના અંતરિયાળ ગામોમાંથી તળાજા આવવા કે અન્યત્ર જવા માટે એસ.ટી બસની નિયમિત સુવિધાના અભાવે આવા વિસ્તારના ઉતારૂઓ કે વિદ્યાર્થીઓને ના છુટકે ખાનગી વાહનોમા જોખમ ભરી સવારી કરીને મુસાફરી કરવી પડે છે આ ગામના લોકો વિદ્યાર્થીઓ રજુઆતો કરી કરીને થાકી ગયા છતા તંત્ર દ્રારા હળાહળ ઉપેક્ષા સેવવામાં આવી રહી છે.નવા એસ ટી સ્ટેન્ડના પ્રારંભે વાહન વ્યવહાર મંત્રી અને અધિકારીઓએ એસ.ટી સુવિધાનો ગ્રામ્ય વિસ્તારમાં વધારો કરવા નવા શિડયુઅલનાં આયોજન કરવાની જાહેરાત કરી હતી જેનો હજુ યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી.

30 થી વધુ ગામોમાં એસ.ટી.સુવિધા નથી
તળાજાના નાની મોટી બાબરીયાત,નાની મોટી માંડવાળી,માયધાર,નેસવડ,હમીરપરા,ભારોલી,મામસી, શેવાળીયા, ભેગાળી,દાત્રડ,ઉપરાંત હાજીપર છાપરી,ધાણા, ખારડી, કોદીયા, બેલડા, પાદરગઢ,કુંડવી, રામપરા,પાદરી(ભમ્મર),શેળાવદર, વાવડી,ભૂંગર,ગાઘેસર,બોડકી જેવા અંતરીયાળ ગામડાઓ તથા કંઠાળ વિસ્તારના નીચડી,મહાદેવપરા ,સખવદર,મંગેળા, ઇસોરા,પાદરી(ગોહીલ),તખતગઢ,ભારાપરા, મથાવડા,આસપાસના ગામોના લોકો એસ.ટી બસની સેવા મળતી નથી અથવા તો એકાદી ક ટાઇમે મળે જે લોકોને ઉપયોગી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...