માત્ર વાતો:મહુવા, તળાજા, ઘોઘા કોસ્ટલ રેલ્વે કાંઠાળ વિસ્તારના વિકાસનું એન્જીન બની શકે

તળાજા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 તાલુકાના કાંઠાળ વિસ્તારની પ્રગતિ માટે કોસ્ટલ રેલ્વે અનિવાર્ય
  • ઉદ્યોગ, અલંગ શીપ યાર્ડ, મત્સ્યોદ્યોગને વેગ આપવા ભાવનગર-અલંગ-તળાજા-મહુવા કોસ્ટેલ રેલ્વે સાકાર કરવાની માત્ર વાતો

ભાવનગર જીલ્લામાં આવેલ લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં છેવાડે આવેલ તળાજા-ઘોઘા-તેમજ મહુવા જાફરાબાદ સહીતના કંઠાળ વિસ્તારો આઝાદીના સાત દાયકા બાદ પણ અલ્પવિકસીત રહયા છે. વર્ષો પહેલા અહીં બંદર, વહાણવટા અને મીઠા ઉદ્યોગનાં વિકાસ અને અંતરીયાળ વિસ્તારોમાં ખેતી-ધંધા-રોજગારની પ્રગતિ માટે દિર્ઘદ્રષ્ટી ધરાવતા ભાવનગરના રાજવીએ 100 કિ.મી. થી વધુ લાંબી તટવર્તી બી.એમ.ટી રેલ્વેનો 1938 માં પ્રારંભ કર્યો હતો

પરંતુ આઝાદી બાદ આ રેલ્વેનો વિકાસ કરવાને બદલે કંઠાળ વિસ્તારની સુવિધા ઝુંટવી લઇને સેંકડો ગામોથી છવાયેલા વિશાળ કંઠાળ વિસ્તારની પ્રગતિ રૂંધી નાખી. ત્યાર બાદ લોકોનો રોષ ઘટાડવા અલંગ શીપ યાર્ડને અનુલક્ષીને લાંબા કંઠાળ વિસ્તારમાં કોસ્ટેલ રેલ્વે આપવાની માત્ર વાતો કરયા કરી છે. જેને સાકાર કરવાની કોઇ દાનત દેખાતી નથી. ભાવનગર-ઘોઘા, તળાજા, મહુવાનાં દરિયાકાંઠાનાં અંતરિયાળ વિસ્તારોને આવરીને પ્રારંભ કરેલ બી.એમ.ટી રેલ્વેનાં મોટાભાગનાં સ્ટેશનો દરિયાઇ વિસ્તારથી પાંચથી દસ કિ.મી.ના દાયરામાં આવતા હતા.

કોસ્ટલ રેલ્વેથી જ કંઠાળ વિસ્તાર ઉન્નત થઇ શકે
ભાવ. જિલ્લાનાં તાલુકાઓની વિકાસ પામતી ખેતી અને કપાસ, ડુંગળી, મગફળી આધારીત ધંધા ઉદ્યોગોની પ્રગતિ, અલંગ સોસીયા શીપ રીસાઇકલીંગ યાર્ડ જેવા એશિયાના અવ્વલ નંબરનાં રાષ્ટ્રિય ઉદ્યોગ,કંઠાળ વિસ્તારના ઘોઘા,મીઠીવીરડી, સરતાનપર, કતપર, મહુવા, સહીતના બંદરોનો વિકાસ, દરિયાઇ માર્ગ પરિવહનનો વિકાસ, મોટા ગોપનાથ, નાના ગોપનાથ, સિધ્ધનાથ, મસ્તરામધારા, ઉંચા કોટડા, બગદાણા, મહુવા સહીત પર્યટનીય મહત્વ ધરાવતા કેન્દ્રોને ઉન્નત કરવા માટે અગત્યના પરિબળ જેવી પીપાવાવ-મહુવા-તળાજા-અલંગ-ભાવનગર કોસ્ટલ રેલ્વે સાકાર કરવા પર હવે આ વિસ્તારનાં જાગૃત લોકોએ ધ્યાન કેન્દ્રીત કરવું અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...