ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે તેમાં ભાવનગર જિલ્લાના પણ કેટલાક તાલુકાના ગામો આ રોગચાળાનો ભોગ બન્યા તેમા તળાજા તાલુકામાં પણ આ વાયયસ ઝડપથી ફેલાયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં ટીમાણા અને રોયલ ગામોના પશુઓ ભોગ બન્યા છે.
તાજેતરમાં ગાય,વાછરડા, બળદ એવા પશુઓમાં જોવા મળેલ લંપી વાઇરસનો પગ પેસારો તળાજા ગ્રામ્ય વિસ્તારમાં થતા રોયલ ગામે વડેશ્વર હનુમાન ગૌશાળાની એક ગીર ગાય તથા વાછરડીનું મોત થયાનું અને બીજી ત્રણ ગાયો સંક્રમિત હોવાનું જાણવા મળેલ છે તેમજ નજીકના ટીમાણા ગામમા પણ કેટલાક માલધારીના ગોધનને પણ આ વાયરસની અસર થઇ હોવાનું તથા એક બળદનું મોત થયાનું જાણવા મળેલ છે.
તળાજાના પશુચિકિત્સક ડો. ભરતભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ તળાજા વિસ્તારમાં આ રોગ વ્યાપક પ્રમાણમાં હોય તેવું જણાતું નથી, લંપી રોગના લક્ષણોમાં જો પશુ ખોરાક લેવાનું બંધ કરે, શરીર પર ગાંઠો જેવા ફોડલા દેખાય, આંખો અને નાકમાંથી પ્રવાહી, મોંમાંથી લાળ પડે એવા ચિન્હો જોવા મળેતો વહેલીતકે ચિકિત્સકનો સંપર્ક કરવાથી તાત્કાલિક ઇલાજ કરી શકાય.
સર્વોત્તમ ડેરી દ્વારા ફ્રી રસી કરણ ઝુંબેશ
લંપી વાઇરસ સંક્રમિત પશુઓની સારવાર માટે તેમજ નિરોગી પશુઓમાં આરોગને પ્રસરતો અટકાવવા માટે સર્વોત્તમ ડેરી દ્વારા દરેક ગ્રામ્ય ડેરીઓ પર વિનામૂલ્યે રસીકરણનો ડોઝ આપવાનો પ્રબંધ કરેલ છે જેને માટે તાત્કાલિક 35 હજાર ડોઝ ફાળવી દેવામાં આવેલ છે. કુલ 1 લાખ જેટલા ડોઝની વ્યવસ્થા કરેલ હોવાનું સર્વોત્તમ ડેરીના એમ.ડી.એચ આર જોશીએ જણાવેલ છે, એમાં જે પશુમા વાયરસના લક્ષણો જણાય તો તેમણે ડેરીના ચિકિત્સક ડો.રાયસંગભાઈ ખેરનો મો. 9374221662 પર સંપર્ક કરવાથી તુરંત ઘરે બેઠા સારવાર મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.