વિશેષ:કમરતોડ ખેતી ખર્ચ અને ઘટતા ઉત્પાદનથી નુકશાની

તળાજા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોષણક્ષમ ભાવો, ખાતર-બીયારણમાં સબસીડી, પિયતની સુવિધા સહિત રક્ષણ આપવા નિતી ઘડવા માંગ
  • કુદરતી પ્રતિકુળ સંજોગો અને માનવીય પરિબળોને કારણે પાકની સ્થિતી નબળી

ચાલુ સાલ અનિયમીત ચોમાસુ અને વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોને ખરીફ અને શિયાળાની સિઝનમાં પાકમાં રોગ જીવાતોના ઉપદ્રવથી ખેત ઉત્પાદનમાં નબળી સ્થિતીનો સામનો કરવો પડી રહયો હતો. ઉપરાંત તાજેતરનાં વર્ષોમાં બિયારણ, ખાતર, પાક સંરક્ષણ, પિયતની મુશ્કેલી અને ઉચા શ્રમદરને કારણે એકંદર ખેતી ખર્ચમાં વધારો થતો જોવા મળે છે અને વિવિધ કારણોસર ખેત ઉત્પાદનોમાં ઘટાડો થવાનાં સંજોગો જણાંઇ રહયા છે. તળાજા પંથકમાં ખેડૂતો પાકની પસંદગીમાં પણ અસમંજસતા અનુભવી રહ્યા છે.

કપાસમાં ગુલાબી ઇયળનાં ભયનો માહોલ રહ્યો તો ક્યાંક સમયસર પિયતમાં તકલીફ જોવા મળી જેમાં કુદરતી પ્રતિકુળ સંજોગો અને માનવીય પરિબળોને કારણે પાકની સ્થિતી નબળી પડતા એકંદર ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધે છે અને સરેરાશ ઉત્પાદન ઘટે છે અને છેલ્લે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને થતુ નુકશાન રોકવા ટેકાના ભાવે પાકની ખરીદીની નીતિમાં અનેક અવરોધો ઉભા થઇ રહ્યા છે જેને રોકવા સરકાર દ્વારા રક્ષણની નિતી ઘડવા ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

ખેતીને નુકશાનથી દરેક ક્ષેત્રે વિપરિત અસર
તળાજા તાલુકો સંપુર્ણપણે કૃષી આધારીત અર્થતંત્ર ધરાવતો હોય ખેડૂતોને થતુ નુકશાન સમગ્ર તાલુકાનાં ધંધા રોજગારને વિપરીત અસર કરે છે આ હકીકતને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા ખેડૂતોને થતા નુકશાન સામે રક્ષણની નિતી ઘડવાની આમ માંગણી બળવતર બની જાય છે હવે માત્ર ચોમાસાની અવકાશી ખેતી પર નિર્ભર ખેડુતોને બારમાસી પિયત સુવિધા મળે તેવી વ્યવસ્થા, ખાતર બિયારણમાં સબસીડી ઉપરાંત ટેકાના ભાવે પાક ખરીદીની વ્યવસ્થા સરળ અને પારદર્શી બને તેમજ પાકની થતી નુકસાની સામે પાક વિમાનો વ્યાપ વધારાવાની જરૂરિયાત છે.

ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની જરૂર
તળાજા તાલુકાની અંદાજીત 68000 હેક્ટરની ખરીફ ખેતીમાં કપાસ-મગફળીનો હિસ્સો 70 ટકાથી વધુ રહે છે. શિયાળુ ખેતીમાં ડુંગળી, બાજરી, ઘઉં, કઠોળ પાકો લેવામાં વર્તમાનમાં ઉત્પાદનથી ખેડૂતોને બેવડો માર પડે છે તે હકીકતને ધ્યાને લઇ ખેડૂતોનો અવાજ સરકારમાં પહોંચાડવા પ્રયત્નો કરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...