શુભ શરૂઆત:તળાજા યાર્ડમાં ખરીફ સીઝનની મગફળી, કપાસની આવક શરૂ

તળાજા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસથી ખરીફ સીઝનની મગફળી અને કપાસનો જથ્થો ધીમી ગતિ આવક આવવા લાગ્યો છે. સરકાર દ્વારા આ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીનો નિર્ણય લઇ તા.1.10.21 થી તળાજા ખાતે મગફળીનું ઓનલાઇન રજીસ્ટ્રેશન જાહેર કરેલ છે. જેમાં શરૂનાં તબકકે વિવિધ કારણોસર રજીસ્ટ્રેશનનો પ્રારંભ થતો હોવાનું ખેડૂતોની રાવ છે. છતાં તળાજા પંથકમાં ચોમાસુ સીઝનની મગફળી અને કપાસનો પાક ઉતરવા લાગતા ઘણાં ખરા ખેડૂતો મગફળીનાં તૈયાર માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લી હરરાજીમાં પણ પોતાની મગફળી લાવી કવોલીટી પ્રમાણે મળતા ભાવે વેચાણ કરી રોકડી કરી રહયા છે.

છેલ્લા ત્રણ ચાર દિવસથી તળાજા માર્કેટીંગ યાર્ડમાં સરેરાશ 300 થી 400 પોતા મગફળી આવી રહી છે અને હાલ સારી કવોલીટીનાં મણે રૂ.1100 1200 વધુ મળવા લાગતા તળાજા માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરરાજીમાં મગફળી વેચવા લાવવાનું પ્રમાણ વધશે તેમ જણાવાઇ રહયું છે.આજ પ્રમાણે અઠવાડીયામાં કપાસની આવક પણ સરેરાશ 300 પોટકા જેટલી શરૂ થઇ છે જેનો પ્રારંભીક ભાવ કવોલીટી પ્રમાણે રૂપીયા 500 થી 1100 સરેરાશ મળી રહી છે.

તળાજામાં મગફળી અને કપાસનું વાવેતર અધિક
તળાજા તાલુકાનાં કુલ ચોમાસુ વાવેતરમાં મગફળી અને કપાસનો હિસ્સો સૌથી વધુ છે. આ વર્ષે કેટલાક વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં સતત વરસાદ વરસતો હોય મગફળી અને કપાસનાં પાકને આંશિક નુકસાન છતા એકંદર પાકની સ્થિતિ સારી છે. હાલ મગફળીની મણે 1110 નાં ટેકાના જાહેર કરેલ ભાવે ખરીદીની નોંધણી શરૂ થયા પહેલા વર્તમાન સમયમાં ખેડૂતો સારા ભાવ મળે તો માર્કેટ યાર્ડમાં હરરાજીનો વિકલ્પ પસંદ કરે છે. > ભીમજીભાઇ પંડયા, ચેરમેન, તળાજા માર્કેટીંગ યાર્ડ

અન્ય સમાચારો પણ છે...