આયોજન:ખરક સમાજની ઉન્નતિ માટે કેળવણીનો વ્યાપ વધારવા હાંકલ

તળાજા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાજામાં સમસ્ત ખરક સમાજનું સંમેલન યોજાયુ
  • વિવિધ ક્ષેત્રોમાં ​​​​​​​બાળકો માટે માર્ગદર્શન સેમિનારોનું આયોજન

તળાજા ખાતે તાજેતરમાં સમસ્ત ખરક સમાજના કર્મચારીઓનું સંગઠન લક્ષી સંમેલન સામાજિક, શૈક્ષણિક અને રચનાત્મક હેતુ માટે યોજાઈ ગયું જેમાં વિશાળ પ્રમાણમાં કર્મચારીઓ અને યુવાનોએ ઉપસ્થિત રહીને સંમેલનને સફળ બનાવવા સંકલ્પ લેવાયો હતો તથા વર્તમાન સમયમાં યુવાનોને કેળવણી-સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિવિધ ક્ષેત્રોમાં બાળકો માટે માર્ગદર્શન સેમિનારોના આયોજન માટે ચર્ચા વિચારણા થઈ હતી.

સમસ્ત ખરક સમાજના પ્રમુખ ભરતભાઈ ઠંઠ, સંમેલનના સંચાલક ડી.જે. કોરડીયા દ્વારા સમાજની સાર્વત્રિક ઉન્નતિ માટે કેળવણીનો વ્યાપ વધારવા, કન્યા કેળવણી અને મહિલાઓના ઉત્કર્ષ માટે મુગ્ધા સેમીનાર, રૂઢિઓ તથા અન્ય સામાજિક પરિવર્તનો માટે જાગૃત અભિગમ અપનાવીને સમાજની એકતા અને અખંડીતતા માટે નિષ્ઠા પૂર્વક કાર્યો કરવા અનુરોધ કરાયો હતો તેમજ આ હેતુ માટે યુવાનોમાં સંગઠનની પ્રેરણા મળે તે માટે રમત ગમત, બૌદ્ધિક સેમીનાર તથા દરેક ગામડે ગામડે ઇનામ વિતરણ કરી આવનારી પેઢીઓને નવી દિશા આપવા બાબત પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...