કેરીનું ઉત્પાદન:વિષમ વાતાવરણથી આંબામાં મ્હોર આવવામાં અનિયમિતતા

તળાજા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તળાજા પંથકના ગામોમાં કેરીનું ઉત્પાદન
  • અતિવૃષ્ટી બાદ વાતાવરણમાં અનિયમિતતાથી કેરીના ઉત્પાદનને અસર થવાની સંભાવના

આંબા પરનાં મ્હોર આવવા પર અનિયમીત હવામાનની અસરથી તળાજા વિસ્તારમાં પ્રારંભે આંબાનાં મોર ખુબજ પાંખા આવ્યા છે જો કે તે આવતા દિવસોમાં વધી શકે છે. તળાજા પંથકમાં સોસીયા, ભાંખલ, મણાર, દાઠા વિસ્તાર ઉપરાંત જેસર, અયાવેજ, ચીરોડા અને ચોક ગામોની આજુબાજુ અને મહુવા વિસ્તારનાં પ્રગતિશીલ બાગાયતકારો ઘણા વર્ષોથી વ્યાપારી ધોરણે આંબાવાડીઓ વિકસાવે છે. જેઓ માટે અનિયમીત વાતાવરણ પડકારરૂપ છે.

કેરીની મુખ્યત્વે દોઢથી બે માસની ઉનાળુ સિઝનમાં પહેલા જ રાઉન્ડમા ઉચ્ચ ગુણવત્તાવાળો ફાલ મેળવનાર ખેડૂત ન્યાલ થઇ જાય છે ચાલુ સાલ ચોમાસાની અતિવૃષ્ટી અને ત્યારબાદ વાતાવરણમાં વારંવાર અનિયમીતતાને કારણે દિવસ-રાત્રીના તાપમાન અને ભેજના પ્રમાણમા વધુ પડતા ફેરફાર અને માવઠાના વરસાદને કારણે આંબાને મ્હોર ફુટવામાં અનિયમિતતા સર્જતા આંબા પર મ્હોરહજુ જોઇએ એવા ફુટયાનથી. જોકે તળાજા નજીક શિવ મેંગો ફાર્મ ધરાવતા પ્રગતિશીલ ખેડૂત વી.જી.વાળાનાં આંબાવાડીયુમાં ઠીક ઠીક પ્રમાણમાં મ્હોર ફુટી નીકળેલ છે.

આંબાનાં મોરમાં એકાંતર વર્ષીય કુદરતી વધઘટ
ફળ તજજ્ઞોના મતે આંબાઓ મોટે ભાગે કુદરતી રીતે મ્હોરવામાં એકાંતર વર્ષીય હોવાથી એક વર્ષે ઓછા મોર આવ્યા હોય તો બીજા વર્ષે અધિક મ્હોર આવે જેમાં વાતાવરણ પણ અસર કરે છે. આંબાના ઝાડ પર દ્રશ્યમાન થતા મ્હોરના પુષ્પગુચ્છમાંથી સાનુકુળ વાતાવરણમાં કુદરતી રીતે 2 થી 3 ટકા જેટલુ ફલીકરણ થાય છે તેના પ્રાકૃતીક અનુપાતમા વૈજ્ઞાનિક સંશોધનનુ માર્ગદર્શન મેળવી વિશેષ માવજત લેવામાં આવે અને તેના કુદરતી અનુપાતમાં બે થી ત્રણ ટકાની વૃધ્ધી કરવાથી ફાયદો થાય. - વલ્લભભાઇ દેસાઇ, બી.એસ.સી (એગ્રી) તળાજા

અન્ય સમાચારો પણ છે...