તળાજાનાં કંઠાળ અને સંવેદનશીલ ગણાતા વાલર-દાઠા પંથકનાં અનેક ગામોનાં પ્રજાજનોને મોબાઇલ કવરેજનાં અભાવે રોજ - બરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં સંદેશ વ્યવહાર ઇંટરનેટ વગેરે માટે કોમ્પ્યુટર, લેપટોપ તેમજ મોબાઇલનાં સરળ સાધનો કવરેજનાં અભાવે બિન અસરકારક રહેતા આ વિસ્તારોનાં ખેડૂતો,વેપારીઓ,કારીગરો,સંસ્થાઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય પ્રજાજનોને ભારે ત્રાસ સહન કરવો પડે છે. વર્તમાન સમયમાં મોબાઇલ ફોન અત્યંત ઉપયોગી સાધન હોય, આ વિસ્તારમાં ગામોનાં દરેક પરિવારો મોબાઇલ ફોન સુવિધા અચુક ધરાવે છે.
શાળાઓમાં શિક્ષણને પણ થતી અસર
દાઠા પંથકમાં આવેલ દરેક શાળાઓમાં વર્તમાન સમયમાં કોમ્પ્યુટર અને ડિજિટલ ઉપકરણો આધારિત તેમજ ઓનલાઇન શિક્ષણનો બાળકો ઘેરબેઠા અભ્યાસ કરી શકે તે માટે ઉપરાંત આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયતોનાં તમામ વ્યવહારો ઇંટરનેટ આધારીત થતા હોય મોબાઇલ ટાવર બીનઅસરકારક હોય તો તેની સેવાઓ ઠપ્પ થતી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.