તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરિયો ખેડવાનો પ્રારંભ:સરતાનપર બંદરનાં માછીઓ દ્વારા વહાણવટાનો કરાયો આરંભ

તળાજા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાળીયેરી પુનમે દરિયા પુજન સાથે વેગ શાંત થવા લાગતા
  • દરિયાદેવનું પુજન કરી સારા વેપાર ધંધાની કરે છે કામના

તળાજાનાં સરતાનપર બંદરનાં દરિયા ખેડૂઓ, માછીઓ અને વહાણવટા સાથે સંકળાયેલા કારોબારીઓ અને શ્રમજીવીઓએ નારીયેળી પુનમનાં શુભ દિને વિધિવત દરિયો દેવનું પુજન કરીને ધંધા-રોજગાર માટે લંગર ખેંચીને વહાણ વટાનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સોશ્યલ ડિસ્ટન્સ રાખીને સાદગીપૂર્ણ પુજન કર્યું હતું.

ચોમાસાનાં સમયમાં શ્રાવણ સુદ પુનમ સુધીનાં કાળમાં બે થી ત્રણ માસ દરિયો તોફાની રહેતો હોઇ અને કુદરતી રીતે મોજાનો ઉછાળ વધુ હોઇ વર્ષોથી આ દિવસો દરમિયાન સાગર પુત્રો દરિયો ખેડતા નથી. આ પરંપરાને કારણે સાગરખેડૂ સમાજ પોતાનાં વહાણ, હોડકા, સહીત સાધનો સમારકામ કરે છે. ઉપરાંત આ સમયમાં સામાજીક, પારિવારીક પ્રસંગો પણ સંપન્ન કરાય છે અને શ્રાવણી પુનમ પછી સાગરનો વેગ શાંત થવા લાગતા.દરિયો ખેડવાનો પ્રારંભ કરે છે.

વર્ષો પહેલા દરિયાઇ માર્ગે વેપાર વણજનું કામ વધારે રહેતું હતું ત્યારે તળાજા સહીત આજુબાજુનાં વિસ્તારોમાં લાકડુ, નળીયા, ખજુર, તેમજ દક્ષીણનાં બંદરોથી આવતા માલ સામાન માટે ઉપરાંત સ્થાનિક વિસ્તારમાંથી ડુંગળી, અનાજ, મીઠુ, સહીત નિકાસની જણસી માટે સરતાનપર બંદર વહાણોની અવર જવર માટે ધમધમતું હતું.

દર વર્ષે જળવાઇ રહેતી દરિયાપુજનની પરંપરા
તળાજાની લાતીનાં વેપારીઓ નાળેયેરી પુનમનાં દિવસે દરિયાનું શાસ્ત્રકત પુજન કરીને નાળીયેર પધરાવીને વહાણ દ્વારા વેપારનો પ્રારંભ કરતા અને વર્તમાન સમયમાં પણ સરતાનપર બંદરનાં વહાણવટાઓ, મછવારાઓ દરિયો ખેડવાનો પ્રારંભ શ્રાવણી પુનમથી આ દિવસે સમુદ્ર પુજન, વહાણવટાઓને તિલક કરીને મો મીઠુ કરાવીને વહાણવટાનો પ્રારંભ કરવાની પરંપરા ચાલી આવે છે. સરતાનપર બંદરનાં લોકો આ દિવસને ઉત્સવ રૂપે મનાવી દરિયાપુજનની પરંપરા જાળવી રાખે છે.

અન્ય સમાચારો પણ છે...