કમનસીબી:ચોમાસુ જતા જ કોરી ધાકોડ શેત્રુંજી નદી નવા ચેકડેમ માટે ઉભી થતી અનિવાર્યતા

તળાજા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેત્રુંજીનાં કંઠાળ ગામો છેલ્લા 20 થી વધુ વર્ષથી ભુગર્ભમાં ક્ષાર આક્રમણનો ભોગ બન્યા
  • ​​​​​​​શેત્રુંજી નદીનાં પટ્ટમાં બે થી ત્રણ વિશાળ અને મજબુત ચેકડેમ સાકાર કરવાની સતત વધી જતી માંગણી

તળાજાનાં સરતાનપર બંદર તથા શેત્રુંજી નદીના તટ નજીક આવેલા અનેક ગામોની જમીનો ખારાપાટમાં ફેરવાતી જાય છે. આ વિસ્તારનાં ભુગર્ભ જળને ક્ષાર આક્રમણથી રોકવા માટેની બંધારા યોજનાં વર્ષોથી સરકારી ફાઇલોમાં ફસાઇ છે ત્યારે સરતાનપર નજીક શેત્રુંજી નદી જ્યાં દરિયાને મળી રહી છે ત્યાંથી આઠ થી દસ કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીનાં પટ્ટમાં બે થી ત્રણ વિશાળ અને મજબુત ચેકડેમ વહેલીતકે સાકાર કરવાની માંગણી સતત વધી રહી છે.

શેત્રુંજી નદી જ્યાં દરિયાને મળે છે તે મુખવાળા પ્રદેશનાં સરતાનપર, દકાના, ખંઢેરા, લીલીવાવ, સખવદર, મહાદેવપરા, નીચડી, આમળા, પાદરી (ગો) તરસરા, ઇસોરા, દેવલી, ગોરખી, સહીતનાં શેત્રુંજીનાં કંઠાળ ગામો છેલ્લા 20 થી વધુ વર્ષથી ભુગર્ભમાં ક્ષાર આક્રમણનો ભોગ બનેલ છે. આ વિસ્તારની જમીનનાં તળમાં સમુદ્રનું ખારૂ પાણી દિવસે દિવસે વધુ માત્રામાં પ્રસરતું જતું હોવાથી ભુગર્ભ જળમાં ખારાશનુ પ્રમાણ ભયજનક રીતે વધતું હોવાથી પીવા માટે તથા ખેતી માટે પણ ઉપયોગ થઇ શકે તેમ નથી .

ક્ષાર પ્રસારણને નિયંત્રીત કરવાની બંધારા યોજના ફાઇલોમાં ધુળ ખાય છે
તળાજા તાલુકાનાં કંઠાળ વિસ્તારની જમીનોનાં તળમાં સતત વધતા ક્ષાર પ્રસારણને નિયંત્રીત કરવાની બંધારા યોજનાઓ ફાઇલોમાં ધુળ ખાય છે જેમાં સરતાનપરની માંગણી વર્ષો જુની છે અને નબળા ચોમાસામાં તેની અનિવાર્યતા અનેકગણી વધી જાય છે જેથી બંધારા યોજનાને વહેલીતકે સાકાર કરવા તથા તેનાં વિકલ્પે શેત્રુંજી નદીનાં પટ્ટમાં ઓછામાં ઓછા બે થી ત્રણ વિશાળ ચેક ડેમનું નિર્માણ કરવા માટે પરિણામલક્ષી પ્રયત્નોકરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...