તળાજા તાલુકામાં તાજેતરનાં વર્ષોમાં ગાય આધારિત ખેતીનો વ્યાપ વધતો જોવા મળે છે. આ માટે સેવાભાવી સંસ્થાઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનીક ખેતી જાતે કરે છે. અને તેનો પ્રચાર પણ કરી રહયા છે. રાસાયણીક ખાતરો અને હાનીકારક જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના ધરતીનાં પ્રાકૃતિક ઘટકોને સક્રિય કરીને મેળવાતા શ્રેષ્ઠ ગુણતત્વો ધરાવતા ખેત ઉત્પાદન થી જમીન પણ સમૃધ્ધ રહે છે અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે. ઋષી મુનીઓ અને પૂર્વજો ગાયોનું પાલન પોષણ કરીને પોસ્ટીક દૂધ મેળવીને સ્વસ્થ રહેવા સાથે ગાયના છાણ અને ગૌમુત્રનો ઉપયોગ કરીને સજીવ ખેતીની પરંપરા જાળવી રાખતા હતા જે આજે સજીવ ખેતી તરીકે પ્રખ્યાત થતી જાય છે.
તળાજાનાં નવા સાંગણા ગામના અગ્રણી રણજીતસિંહ ગુલાબસિંહ સરવૈયા પરિવારનાં નરેન્દ્રસિંહ રણજીતસિંહ પોતે ગ્રેજયુએટ અને કોમ્યુટર જ્ઞાન પણ ધરાવે છે. તેઓએ પોતાની સાંગાણા ગામની જમીનમાં શોખથી ગાય આધારિત ઓર્ગેનીક ખેતી કરીને શ્રેષ્ઠ ગુણવત્તા સભર ખેત પાકો મેળવે છે. કોઇ પણ પ્રકારનાં રસાયણ કે જંતુનાશક દવા વિના માત્ર ગાય આધારીત બનાવેલ જીવામૃત (ખાતર) નાં પ્રાકૃતિક પોષક ઉપયોગથી ઉત્મ ગુણવતા ધરાવતા અનાજ, શેરડી, શાકભાજી અને હળદર જેવા મસાલા પાકોની ઓર્ગેનીક (પ્રાકૃતિક) ખેતીમાં ઘણી સફળતા મેળવી છે.
ધરતીને ધબકતુ રાખતું જીવામૃત
ગાય આધારત પ્રાકૃતિક ખેતીમાં ગૌમુત્ર, ગાયનું ગોબર, કઠોળનો લોટ, શેઢાની માટી, સહિત કુદરતી તત્વોને પાણી સાથે મેળવીને ઘટ્ટ પ્રવાહી રૂપે પ્લાસ્ટીકના મોટા ટબ કે કેરબામાં ફેરબદલ કરતા પખવાડીયામાં ઉત્તમ સજીવ ખાતર બને છે જે યોગ્ય સમયે છોડને પોષણ આપવાથી જમીનની ફળદ્રુપતા વધતા સાથે ધરતીમાં વસતા અળસિયા સહીત ઉપયોગી મિત્ર કિટકો ઉદભવે છે જેનાથી ફળ વિકાસમાં વૃધ્ધિ કરીને રોગ-જીવાતથી મુકત શુધ્ધ સાત્વિક અને ઉત્તમ ગુણકારી ખેત ઉત્પાદન મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.