જળ સમસ્યા:તળાજામાં ઉનાળામાં બેવડાય છે ભૂગર્ભ જળની વિકરાળ સમસ્યા

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંથકમાં ખેતી માટે પણ આ જળ અતિ નુકશાનકારક
  • દરિયાઇ​​​​​​​ તટના વિસ્તારોમાં ભૂતળનું પાણી ક્ષારયુક્ત થતા પીવા માટે હાનિકારક

ભૂયર્ભમાં વધતા જતા ક્ષારિય આક્રમણને અંકુશમાં લેવા એક માત્ર અસરકારક ઇલાજ - વરસાદી પાણીનાં ટીપેટેપાનો ભૂગર્ભ માં જળસંચય કરવાનો છે. જે માટે દરેક સ્તરે ચેકડેમ, વેસ્ટ વિયર, ખેત તલાવટી, કુવાબોર રિચાર્જ તેમજ સામુહિક - કે વ્યકિતગત ધોરણે - ચોમાસાનાં પાણીનો જમીન ભુગર્ભમાં જળ સંચય કરવાની ફરજ બનાવવાનો છે.

તળાજા તાલુકાનાં દરિયાકાંઠાનાં મોટા ભાગનાં વિસ્તારોમાં નબળા ચોમાસા અને પૂરતા જળસંચયનાં અભાવે ભુગર્ભનાં જળસ્તર ખૂબજ ઉંડાજતા, તેમજ તેમાં સમુદ્રની ખારાશનું પ્રમાણ વધતું રહ્યું છે. દરિયા કિનારા થી 10 થી 15 કિ.મી.નાં દાયરામાં આવતા ગામો અને તેની આજુબાજુ નો પ્રદેશ લગભગ ""નોસોર્સ'' જેવી સ્થિતિ માં હોઇ અતિશય ઉંડા જળ ની સ્થિતિ - પીવા માટે તો ઠીક પરંતુ ખેતી માટે પણ બિન ઉપયોગી અને હાનિ કારક હોય આવા વિસ્તારોમાં ચોમાસાનાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવામાં નહી આવે તો કંઠાળ વિસ્તાર વેરાન બની જવાનો ભય સેવાઇ રહયો છે.

થોડા વર્ષ પહેલા એક સ્વૈચ્છિક સેવા સંસ્થાએ તળાજા તાલુકાનાં પસંદ કરેલા 19 ગામોમાં ઉનાળા દરમિયાન જમીનનાં ભુગર્ભનાં પીવાનાં પાણીનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરતા તેમાં ઇકોલી બેક્ટરિયા, ફલુરાડઝ, આયર્ન, કલોરાઇડ જેવા હાર્ડ તત્વોનું અધિક પ્રમાણ જોવા મળ્યુ હતું. જે પીવા માટે અત્યંત હાનિકારક હોવાનું તારણ નીકળ્યું હતું. તેમજ આવા ક્ષારિય પાણી થી ખેતી કરવામાં આવે તો જમીનનાં ઉપરનાં સ્તરમાં ખારાશ પ્રસરી જાય તેવી સ્થિતિ જણાઇ હતી. આ સ્થિતિ સુધારવા, તે સંસ્થાએ આ ભૂગર્ભ જમીનમાં વરસાદનાં પાણી નો અધિકતમ સંગ્રહ કરવા તારણ આપેલ હતું.

ક્ષારિય જળ સ્વાસ્થ્ય માટે ભારે હાનિકારક
ભુગર્ભ જળ માં 500 પી.પી.એમ થી વધુ માત્રા માં ટી.ડી.એસ (ટોટલ ડીઝોલ્વ સોલ્ટ) હોય. તેમજ કલોરાઇડની માત્રા 1000 પી.પી.એમ થી વધુ હોય તો તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિ કારક બની શકે છે. અતિ ક્ષારિય પાણીનાં સેવનથી કીડનીની કાર્યક્ષમતા અવરોધાય છે. હાડકા પોલા - અને નબળા બને છે દાંતા માટે પણ નૂકસાન કારક છે. - ભૂગર્ભ જળમાં ટી.ડી.એસ નું પ્રમાણ 1600 પી.પી.એમ થી વધુ અને કલોરાઇડઝ 2200થી અધિક હોય તેનાં ઉપરનાં સ્તરને પણ ક્ષારિય બનાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...