તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:તળાજા તાલુકામાં ખરીફ સીઝનમાં એકંદરે 90 ટકા જેટલુ વાવેતર થયુ

તળાજા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ વાવેતરમાં કપાસ,મગફળીનો મુખ્ય પાક
  • જિલ્લામાં કુલ 4,45,000 હેકટર વાવેતરમાં એકલા તળાજા તાલુકામાં જ 65.500 હેકટરમાં વાવેતર

આ વર્ષે ચોમાસા પહેલા વાવાઝોડા પર સવાર થઇને વરસેલ ભારે વરસાદ અને ત્યારબાદ જુન માસમાં મેઘરાજાની ધીમી ધારે કૃપા રહેતા તળાજા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 90% ખરીફ વાવેતર સંપન્ન થયેલ છે. ભાવનગર જીલ્લાનાં કુલ અંદાજીત 4,45,000 હેકટરનાં વાવેતરમાં તળાજા તાલુકાનાં અંદાજીત 65.500 હેકટરનાં ચોમાસુ વાવેતરમાં મુખ્ય રોકડીયા પાકો તરીકે કપાસ અને મગફળીનું 60 ટકાથી વધુ વાવેતર થાય છે. જયારે બાકીનાં વાવેતરમાં બાજરી, તલ, કઠોળ પાકો અને ઘાસચારો હોય છે.

ચાલુસાલ ચોમાસાનાં સંતોષકારક પ્રારંભીક આગમન પછી લાંબો સમય વરાપ રહેતા તળાજા સહીત જીલ્લાનાં ધરતીપુત્રો ચિંતિત થવા લાગ્યા હતાં પરંતુ અષાઢી બીજનાં શુભ આગમને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતા તળાજાવિસ્તારનાં ખેડૂતોમાં હાશકારો થયો છે.જેથી આ વર્ષે પણ તળાજા તાલુકામાં સાનુકુળ વરસાદનાં આધારે થયેલ ચોમાસુ વાવેતરમાં મગફળી પ્રથમ ક્રમે, અને કપાસ બીજા ક્રમે રહેશે તેમ જણાઇ આવે છે. અને વરસાદ ખેંચાય તો શેત્રુંજી નહેર કમાંડ વિસ્તારમાં જરૂરી સિંચાઇ દ્વારા તેમજ કેટલાક વિસ્તારમાં કુવાનાં તળ સારા હોવાથી ખરીફ પાકને પિયતની મુશ્કેલી પડશે નહિ તેમ જણાઇ આવે છે.

એકંદરે પ્રારંભમાં તળાજા તાલુકામાં સારા એવા વરસાદથી ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવેતર કરી ચુકયા હતા અને હવે પછી પણ પુરતો વરસાદ થશે તેવી આશા રાખી છે.

ચાર વર્ષમાં સરેરાશ વાવેતર

વર્ષમગફળીકપાસજુવારબાજરી
201822995 હે.20185 હે.5098 હે.4783 હે.
201922906 હે.21565 હે.6135 હે.4694 હે.
202032269 હે.15049 હે.5419 હે.4054 હે.
202128515 હે.18171 હે.5539 હે.3307 હે.
અન્ય સમાચારો પણ છે...