તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:દિહોરમાં વૃદ્ધ દંપતીને ઢોરમાર મારી રોકડ-દાગીના મળી 66,000ની લૂ઼ંટ

તળાજા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોલીસ મથકની સામે જ બની ઘટના,પોલીસ દ્વારા તપાસ શરૂ
 • ચાર શખ્સોએ ઘરધણીને મોઢે ઓશીકુ રાખી ધમકી આપી

તળાજાના દિહોર ગામે બસ સ્ટેન્ડ પાસે પોલીસ મથકની સામે જ રહેતા વયોવૃધ્ધ દંપતિના રહેણાંકી મકાનમાં ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સોઅે ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશી ચીજ-વસ્તુઅોની તોડફોડ કરતા તે વખતે ઘરધણી જાગી જતા અજાણ્યા શખ્સોઅે તેમને ધાકધમકી અાપી ઢોરમાર મારી છરી દેખાડી રોકડ તથા દાગીનાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા.

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દીહોર ગામે બસ સ્ટેન્ડ પાસે અને પોલીસ મથકની સામે જ રહેતા નંદરામભાઇના રહેણાંકી મકાનમાં ગત મોડી રાત્રે અાશરે 1-30 વાગ્યા અાસપાસ ચોરીના ઇરાદે અાવેલા અજાણ્યા તસ્કરોઅે ઘરમાં પ્રવેશી તોડફોડ કરી ચીજ-વસ્તુઅો વેર વિખેર કરતા અને તે વખતે ઘર માલીક નંદરામભાઇ અને તેમના પત્નિ જાગી જતા તસ્કરોઅે નંદરામભાઇને ઢોરમાર મારી છરી દેખાડી વૃધ્ધ દંપતીને ધાક ધમકી અાપીને ઘરમાંથી રોકડ તથા મોટી રકમના સોના-ચાંદીના દાગીના લઇને નાસી છુટયા હતા.

અા ઘટનામાં ઇજાગ્રસ્ત નંદરામભાઇને વહેલી સવારે સારવાર્થે તળાજા સરકારી દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જયાં તેઅોને અાંખ પાસે ગંભીર ઇજા જણાતા વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામા અાવ્યા હતા.અા ઘટનાની જાણ થતા તળાજા પોલીસ કાફલો દિહોર ગામે બનાવના સ્થળે દોડી ગયો હતો. અને જીણવટભરી તપાસ હાથ ધરી હતી.

અાજુબાજુના લોકોની પુછતાછ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન આ મામલે નંદરામભાઈ સુંદરજીભાઈ પનોત દ્વારા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ તળાજા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ચાર શખ્સો આવ્યા હતા અને એકે મારા મોઢા પર ઓશીકુ દબાવી મુક્કાથી પ્રહાર કરી રોકડ તથા દાગીના મળી 66,000ની મત્તાની લૂંટ કરી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો