તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેએ માત્ર પ્રાથમિક સર્વે કરી માત્ર લોલીપોપ બતાવી:સાગરમાલા યોજના હેઠળ કોસ્ટલ રેલ્વે યોજના સાકાર થાય તો બંદરો ધમધમે

તળાજા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિશાળ કંઠાળ વિસ્તાર આઝાદીનાં સાત દાયકા બાદ પણ સર્વાંગી વિકાસથી વંચિત
 • દસ વર્ષ પહેલા રેલવેએ માત્ર પ્રાથમિક સર્વે કરી માત્ર લોલીપોપ બતાવી હતી

ભાવનગર જીલ્લામાં દરિયા કિનારામાં આવેલ તળાજા, ઘોઘા,મહુવાનો વિશાળ કંઠાળ વિસ્તાર આઝાદીનાં સાત દાયકાબાદ પણ સર્વાંગી વિકાસથી વંચિત રહયો છે. જેને પ્રગતિનાં પંથે લઇ જવા માટે આ વિસ્તારમાં અગાઉ વિચારણામાં લેવાયેલ કોસ્ટલ રેલ્વે સાકાર કરવા માટે ક્રમબધ્ધ યોજના ઘડી કાઢવા આ વિસ્તારનાં લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.

દસેક વર્ષ પહેલા સૌરાષ્ટ્રનાં અત્યંત પછાત દરિયાકિનારા વિસ્તારમાં કોસ્ટલ રેલ્વે શરૂ કરવા માટે પ્રાથમીક સર્વે કરવામાં આવ્યો હતો તે સમયે તળાજા મહુવા ભાવનગર ની રજવાડાનાં સમયની નેરોગેજ રેલ્વે જે 1983 થી બંધ કરી દેવામાં આવી હતી. તેને બદલે મહુવા, તળાજા, અલંગ, ઘોઘા નાં દરિયા કિનારા ને સાંકળીને બ્રોડગેજ રેલ્વે સુવિધા મળશે તેવી આશા જાગીહતી, જે લોલીપોપ સમાન રહી છે. તે સમયે આ વિસ્તારનાં આગેવાનો અને પ્રતિનીધીઓ પરિણામલક્ષી અસરકારક રજુઆત કરી શકયા નહીં.

ભાવનગર,તળાજા, મહુવા રેલ્વેની 100 કિ.મી લાંબી નેરોગેજ રેલ્વેલાઇન સાડા ત્રણ દાયકા પહેલા પાટા ઉખેડીને બંધ કરી દેવામાં આવી ત્યારે આ લાઇનમાં આવતા સ્ટેશનોનાં બિલ્ડીંગ, મિલકતો, રેલ્વે ટ્રેક, પુલ, નાળાઓની સ્થિતિ ખૂબજ સારી હતી. પરંતુ જાગૃતિનાં અભાવે મહુવા, તળાજા, ભાવનગર રેલ્વેની મીલકતો પર ભારે દબાણ થઇ ગયું છે ત્યારબાદ રેલ્વેની અબજોની કિંમતની આ મિલકતોનો આ વિસ્તારોનાં પરિવહનનાં વિકાસ માટે સદ ઉપયોગ કરવા કોઇ આયોજન થઇ શકયું નથી.

જરૂર છે પરિણામલક્ષી પ્રયત્નોની
તળાજા ઘોઘા વચ્ચે આવેલ એશિયાનો સૌથી મોટો અલંગ-સોસીયા શીપ રિસાઇકલીંગ ઉદ્યોગ પ્રગતિનાં પંથે છે. ઘોઘા નજીક ભારત સરકારનો ઘોઘા હજીરા રો રો પેકસ ડ્રીમ પ્રોજેકટ પણ વિકાસની ગતિને વેગ આપવા માટે પ્રયત્નશીલ છે ત્યારે મહુવા તળાજા વિસ્તારમાં ખેત આધારીત જીનીંગ અને ડીહાઇડ્રેશન ઉદ્યોગો ગ્રામીણ અર્જાતંત્રને વેગ આપે છે ત્યારે ભાવનગર જીલ્લાનાં આ અત્યંત પછાત વિસ્તારની પ્રગતિ અને સ્થાનીક પ્રજાજનોનાં ધંધા, રોજગારને ઉન્નતિનાં પંથે લાવવા તેમજ આ વિસ્તારને વિકસીત કેન્દ્રો સાથે રેલ્વે માર્ગથી જોડવા માટે રેલ્વે તંત્ર દ્વારા જાહેર કરેલ સાગરમાલા યોજના તળે મહુવા-તળાજા-ઘોઘા કોસ્ટલ રેલ્વે સ્થાપીત કરવાની અત્યંત આવશ્યકતા છે ત્યારે આ વિસ્તારના પ્રતિનિધીઓ પરિણામલક્ષી પ્રયત્નો આદરે સક્રિયતા દાખવે તોજ આ પછાત કંઠાળ વિસ્તારનો ઉધ્ઘાર થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો