મુશ્કેલી:છતે ફિલ્ટર પ્લાંટે ડહોળુ ,દુષિત પાણી પીતા તળાજાના નગરજનો

તળાજાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 35 લાખ લીટરની ક્ષમતા સાથેનો ફીલ્ટર પ્લાન્ટ શોભારૂપ

તળાજા શહેરમાં અદ્યતન ફીલ્ટર પ્લાન્ટ હોવા છતા તંત્રની અણઆવડતથી તળાજાની જનતાને છેલ્લા એક અઠવાડીયાથી ડહોળુ અને દુષીત પાણી પીવાનો વારો આવ્યો છે .પાણી શુધ્ધીકરણ પ્લાન્ટ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રાખવા માંગ ઉઠી છે. તળાજા નગરપાલીકા દ્વારા તળાજા શહેરને પુરૂ પાડવામાં આવતું પીવાનું પાણી છેલ્લા પાંચ છ દિવસથી અત્યંત ડહોળું અને દુષીત હોઇ નગરજનોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી રહી છે. વર્તમાન સમયમાં શહેરમાં કોરોના ગ્રસ્ત વાતાવરણ વધતુ જાય છે. તળાજા નગરજનોને મળતું પીવાનું પાણી પણ ડહોળુ અને દુષીત હોઇ શહેરીજનોને ઝાડા, ઉલ્ટી, કોલેરા જેવા દુષીત પાણીથે ફેલાતા વાઇરલ જન્ય રોગચાળો ન ફેલાય તે માટે તળાજા પાલીકા દ્વારા વહેલી તકે નગરજનોને ચોખ્ખુ અને શુધ્ધ કરેલ પાણી પુરૂ પાડવામાં આવે તેવી નગરજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.

તળાજાની જનતાને 35 લાખ લીટરની ક્ષમતા સાથેનો અદ્યતન ફીલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલ છે. આ સંજોગોમાં વર્તમાન કપરી પરિસ્થીતિમાં તળાજાનાં નગરજનોને ડહોળુ અને દુષીત પાણી પીને વધુ રોગચાળામાં સપડાવું ન પડે તે માટે તળાજા નગરપાલીકા દ્વારા યુધ્ધનાં ધોરણે દરેક વિસ્તારમાં શુધ્ધ પાણી મળી રહે તેવો પ્રબંધ કરવો જરૂરી છે. હાલ તળાજા નગરપાલીકાનાં ચીફ ઓફીસર રજા પર હોઇ આ અંગે ઇન્ચાર્જ ચીફ ઓફીસર સંજય એચ.પટેલ(મહુવા) ને જાણ કરતા આ બાબતે તપાસ કરીને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...