સુવિધા:તળાજા તાલુકામાં પાઇપલાઇન દ્વારા ગેસ સુવિધા માટે હવે કેટલી રાહ

તળાજા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેસલાઇન તળાજા નજીકનાં ગામોમાંથી પસાર થઇ રહી છે
  • ગેસની સુવિધા મળતી થાય તો બગદાણા સહીત જિલ્લાના યાત્રાધામોમાં ચાલતા સદાવ્રતનાં રસોડા માટે ફાયદો

ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા રાજયનાં અનેક વિસ્તારોમાં ભુગર્ભ પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસ પુરો પાડવાની કાર્યવાહી ભાવનગર મહાનગર તેમજ જીલ્લાનાં કેટલાક તાલુકાઓમાં પાઇપ લાઇન દ્વારા ગેસ આપવાની નીતિ દરમિયાન ઘરઘરમાં રસોઇ માટે પાઇપલાઇન મારફત ગેસ આપવાની તેમજ સરકાર દ્વારા સાર્વજનિક સંસ્થાઓ,મંદિરો,યાત્રાધામો તેમજ ધાર્મિક પર્યટનીય કેન્દ્રોમાં સાર્વજનિક સ્વરૂપે ચલાવાતા સદાવૃતમાં ભોજન પ્રસાદની રસોઇ માટે કુદરતી ગેસ પુરો પાડવાની સરકારની નીતિને અનુલક્ષીને તળાજા વિસ્તારમાં,તળાજાના નગરજનોને રાંધણગેસ પુરો પાડવામાં આવે તો તળાજા શહેર પ્રદુષણ મુકત સ્વચ્છ અને સુઘડ રહે અને પર્યાવરણનો ઉમદા હેતુ.

પણ જળવાઇ રહે. પીપાવાવ બંદર તરફ કુદરતી ગેસ સપ્લાઇ માટે ભુર્ગભમાં પાથરવામાં આવેલ હાઇ સીકયુરીટી ગેસપાઇપ લાઇન તળાજા ઉપરાંત નજીકનાં પસવી, બોરડા, જાગધાર, નજીકનાં વિસ્તારોમાંથી પસાર થાય છે તેમાંથી નજીકનાં શહેરી વિસ્તારોને અને માર્ગ નજીક આવતા ગુરૂ આશ્રમ બગદાણા, માંગલ માતા તિર્થ ભગુડા, ઉંચા કોટડા ચામુંડા શકિતપીઠ, કાળભૈરવ ધામ રોજીયા ઉપરાંત દરિયા કાંઠાનાં મોટાગોપનાથ, મસ્તરામધામ માં યાત્રીકો પર્યટકો માટે સાર્વજનિક સ્વરૂપે સદાવ્રત માટે ચલાવાતા રસોડાઓમાં પર્યાવરણ લક્ષી અને પ્રદુષણ મુકત કુદરતી ગેસ પુરો પાડવામાં આવે.

બળતણ અને લાકડાનો વપરાશ ઘટે
વિશ્વ વિખ્યાત ગુરૂ આશ્રમ બગદાણા તિર્થનો મહિમા અનેરો છે. આ તીર્થમાં દૈનીક અંદાજીત પાંચ થી છ હજાર યાત્રીકો માટે ભોજન પ્રસાદ હોય છે જે રવિવારે અને તહેવારોમાં બમણી સંખ્યા થાય છે તેમજ ગુરૂપૂર્ણિમા અને પૂ. બજરંગદાસ બાપાની પૂણ્યતિથીએ અહી પધારતા લાખોની સંખ્યાનાં દર્શનાર્થીઓ યાત્રીકોને નાત-જાતનાં ભેદભાવ વિના ભોજન પ્રસાદ પીરસાય છે.

ઉપરાંત આસપાસનાં યાત્રાધામોમાં હરીહર પ્રસાદનો મહિમા વધતો જાય છે જે માટે રાત્રી દિવસ ધમધમતા રસોડામાં બળતણ અને લાકડાનો વધતો ઉપયોગ પર્યાવરણને ગંભીર અસર કરે છે જેની સામે કુદરતી ગેસ સસ્તો, સરળ અને સુરક્ષીત સાબિત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...