તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર:સંક્રમિત મહિલાના સંપર્કમાં આવેલ 9 પોલીસ કર્મચારી હોમ કોરન્ટાઇન

તળાજા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલા ગામમાંથી ફરાર હતા,જેથી ગામમાં કોઇ સંક્રમિત નહીં
 • આરોપી મહીલા તેના ભાઇ મારફત તળાજા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી

સરતાનપર બંદર ગામે જમીનનાં મામલે 25 દિવસ પહેલા સર્જાયેલી લોહીયાળ મારામારીમાં ઇજાગ્રસ્ત એક વ્યકીતનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમેલ આ ગુન્હામાં નાસતા ફરતા મહિલા આરોપી મુકતાબેન નારણભાઇ બાંભણીયા તેના ભાઇ મારફત તળાજા પોલીસમાં હાજર થયા હતા.અને તેમને તળાજા પોલીસ સ્ટેશનમાં રખાયા હતા. જે કોરોનાથી સંક્રમીત હાલતમાં ઝડપાતા તળાજા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.એક મહિના પહેલા થયેલ મારામારીનો બનાવ હત્યામાં પરિણામ્યો
આ પ્રકરણે મુકતાબેનની તપાસ અને પુછતાછમાં તેનાં સંપર્કમાં આવેલ તળાથજા પોલીસ મથકનાં 3 મહિલા પોલીસ કર્મચારી તથા પાંચ અન્ય પોલીસ કર્મચારી અને એક ખાનગી વિડીયો ગ્રાફર ને તાળજા તાલુકા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા તબીબી તપાસ કરીને તમામ 9 વ્યકીતઓને હોમ કોરન્ટાઇન કરી વિશેષ તપાસ શરૂ કરી છે. આ અંગે સરતાનપર ગામમાં આરોગ્ય ટીમ દ્વારા કરાયેલ સર્વેમાં જાણવા મળેલ છે કે હત્યાના઼ આરોપી મુકતાબેન બનાવ બાદ સરતાનપર બંદરથી ફરાર હતા.અને 20/25  દિવસથી ગામની બહારજ હતા. જેથી સરતાનપર બંદર ગામમાં કોઇ સંક્રમીત નહિ઼ હોવાનું જણાવાયું છે.છતાં ગુન્હા બાદ આરોપી મહિલાની ફરારની હિસ્ટ્રી તપાસી તે અંગે જે તે વિસ્તારમાં તપાસ શરૂ છે. એક મહિના પહેલા થયેલ મારામારીનો બનાવ હત્યામાં પરિણામ્યો હતો જેમાં સામેલ મહિલા આરોપી મુકતાબેન ભાગતા ફરતા હતા અને ગઇ કાલે તેના ભાઇ મારફત તેઓ તળાજા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. 

મોટી જાગધારને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયું
તળાજા પોલીસ સ્ટેશનના આરોપી મુકતાબેન બાંભણીયાનો કોરોના રીપોર્ટર પોઝીટીવ આવતા અને તેઓ તા.13/4 થી હત્યાના પ્રકરણમા ફરાર હતા.ત્યારે તળાજા તાલુકા હેલ્થ કચેરી તાલુકા હેલ્થ ઓફીસર નિલેશ પટેલ તથા આરોગ્યની ટીમ તળાજા પોલીસ સ્ટેશને પહો઼ચી હતી.અને આરોપીની ટ્રાવેલ હીસટ્રી જાણી હતી.જેમા આરોપી મહિલા ગત તા.13/4 થી પોતાના સરતાનપર ગામથી ફરાર થઇ ગયેલ.અને શરૂઆતમા તેણી રાજુલાના ભેરાઇ ગામે ગયેલ અને જુદી જુદી સીમમા રોકાયેલ.તેમ જણાવેલ.જયારે કે પોલીસની પુછતાછમા તેમના માનેલા ભાઇ ભરતભાઇ ચોેહાણે જણાવેલ કે મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે તેણી ભરતભાઇના ઘરે 28 દીવસ રોકાયેલ હતા. અને પછી તળાજા પોલીસમા હાજર થયા હતા.જેથી તળાજા પોલીસ સ્ટેશનને સેનેટરાઇઝ કરવામા આવેલ.તેમજ 9 પોલીસ કર્મચારીઓને હોમ કોરન્ટાઇન કરાયા છે. તેણી 28 દીવસ મોટી જાગધાર રોકાયેલા હોવાથી મોટી જાગધાર ગામને કન્ટેનમેન્ટ ઝોન તરીકે આરોગ્ય ટીમે જાહેર કરવા નકકી કરેલ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો