118 ગામોનાં વિશાળ તાલુકાનું તળાજા શહેર હાઇવે સ્ટેટવેનાં સેન્ટરમાં આવેલ અકસ્માત ઝોન ધરાવતાં વિશાળ વિસ્તારની આરોગ્ય વિષયક સુવિધા સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એ માટે તળાજાનાં “અદ્યતન બ્લડ બેંક” અને વિશાળ બ્લડ સ્ટોરેજ સેન્ટર આપવાની માંગ અવાર નવાર થતી રહેલ છે.
પ્રજાજનોની આરોગ્ય વિષયક સેવામાં અનેક પ્રકારની આવશ્યક સુવિધાનાં અભાવે જરૂરીયાતવાળા તેમજ અકસ્માતગ્રસ્ત દર્દીઓનાં અમુલ્ય જીવનને ખતરો ઉભો થાય છે.આ જરૂરી સેવાઓ પૈકી તળાજા તાલુકા કેન્દ્રમાં સરકારી ધોરણે "બ્લડબેંક: અને અને "બ્લડ સ્ટોરેજ સેન્ટર ફાળવવા સતત માંગ થતી રહી છે.
તળાજા શહેર સહીત તાલુકાની 3 લાખથી વધુ વસ્તીમાં તળાજા,દાઠા અને ઠળીયા ખાતે સામુહીક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ત્રાપજ, મણાર, પીથલપુર, ઉંચડી, સરતાનપર, ભદ્રાવળ, તેમજ મથાવડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. તદઉપરાંત તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાઇવેટ અને ટ્રષ્ટ સંચાલીત હોસ્પીટલો આવેલ છે. આ તમામ આરોગ્ય કેન્દ્રોને વારંવાર ગંભીર સ્થિતિમાં દર્દીઓ, પ્રસુતાઓ, તેમજ ખાસ સંજોગોમાં સઘન સારવાર માટે લોહીની જરૂરીયાત ઉભી થાય ત્યારે દર્દીનાં પરિવારજનો, સગા સબંધીઓમાં દોડા દોડી થાય છે.
સ્થાનીક રક્તદાન કેમ્પનો તળાજા વિસ્તારને પણ લાભ મળે
તળાજામાં અનેક સંસ્થાઓ દ્વારા માનવ જીંદગી માટે રકતદાન કેમ્પ યોજાય છે પરંતુ ડોનેટરોને કે તેના સગા સબંધી કે જરૂરિયાતવાળા કોઇપણ દર્દીને તાકીદના સમયે સારવાર માટે રકતની જરૂર પડે ત્યારે સ્થાનીક કક્ષાએ ઇમરર્જનસી બ્લડ નહી મળતા તેઓને બ્લડનાં અભાવે દર્દીઓની જીંદગી જોખમાઇ જાય છે. પ્રતિનીધીઓએ પોતાની ગ્રાન્ટમાંથી બ્લડ બેંક, સ્ટોરેજ સેન્ટર માટે રકમ ફાળવવી જોઇએ. > ભરતભાઇ ઠંઠ, પ્રમુખ ,તળાજા વેપારી મંડળ અને બ્લડ ડોનેશન ઝુંબેશનાં હિમાયતી
...તો આકસ્મિક સ્થિતિમાં બ્લડ માટે દોડાદોડી કરવી ન પડે
તળાજા શહેર હાઇવે અને સ્ટેટવેનાં કેન્દ્રમાં આવતું હોય ચો તરફથી ટ્રાફીકની ભારે અવરજવરનાં કારણે અહીં અવારનવાર સર્જાતા અકસ્માતોમાં કે મારામારીનાં બનાવ સમયે ગંભીર સ્થિતિનાં દર્દીઓને તળાજાની હોસ્પીટલમાં ખસેડાય ત્યારે કેટલીકવાર આવા દર્દીઓની જીંદગી માટે તાકીદના સમયે બ્લડની જરૂરીયાત પુરી પાડવામાં આવે તો આવા દર્દીઓની અમુલ્ય જીંદગી બચાવી શકાય. આવા સંજોગોમાં તળાજાને અદ્યતન બલાડ બેંકની સુવિધા મળે તે માટે પરિણામ લક્ષી પ્રયત્નો થવા જોઈએ તેવી આમ જનતાની લાગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.