આયોજન:હરિદ્વાર ખાતે શાસ્ત્રોકત વિધીથી એકાવન અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવશે

તળાજા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકસેલન્ટ યુવક મંડળ સોસિયા દ્વારા આગામી દિવસોમાં
  • ગંગાઘાટ હરિદ્વાર ખાતે શાસ્ત્રોકતવિધિથી અસ્થિ વિસર્જન કરાશે

એકસેલન્ટ યુવક મંડળ સોસિયા દ્વારા આગામી દિવસોમાં હરિદ્વાર ખાતે ગંગાઘાટ પર સ્વજનોના અસ્થિ વિસર્જન ગંગાઘાટ હરિદ્વાર ખાતે શાસ્ત્રોકતવિધિ મુજબ 51 અસ્થિ વિસર્જન કરવામાં આવશે.સ્વજનોના અસ્થિ અંગે જાણ કરવામાં આવે તે દિવસે રૂબરૂ પહોંચતા કરવાના રહેશે અથવા જો પરિવાર સાથે કે અન્ય કોઈને સાથે મોકલવા માગતા હો તો પણ સાથે આવી શકાશે.વ્યક્તિ સાથે આવનાર વ્યક્તિઓને હરિદ્વાર ખાતે રહેવા જમવા સાથેની તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાંઆવશે.

નામ નોંધાવાની છેલ્લી તા.12-1-22 રહેશે. હરિદ્વારની તારીખ નામ નોંધણી થઇ ગયા પછી જણાવવામાં આવશે.આ તમામ આયોજન દાતાના સહયોગથી કરવામાં આવેલ છે. વધુ વિગત માટે એકસેલન્ટ યુવક મંડળના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ મો.9824284093 પર સંપર્ક કરવો અથવા એકસેલન્ટ યુવક મંડળ 31 રામેશ્વર કોમ્પલેક્ષ ઘોઘા રોડ ભાવનગર ખાતે નામ‌ સાંજના 6થી 8 દરમિયાન નામ નોંધાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...