આક્રોશ:તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોએ કપાસના ઓછા ભાવથી હોબાળો મચાવ્યો : હરરાજીનો બહિષ્કાર કર્યો

તળાજા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપાસના ભાવનો વિવાદ વકરતા કપાસની હરાજી બંધ રહેતા અડધા પોટકા પડ્યા રહ્યા
  • કપાસના મણના રૂપિયા 1550 થી 1757 ભાવો અંકાતા ખેડૂતોએ ભારે ખોટ જતી હોવાનું કહીને અકળાયા

તળાજા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસથી હરાજીમાં કપાસ લાવતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે કપાસના ભાવો અંગે ઉભો થયેલો વિવાદ ઉગ્ર બનતા આજરોજ અડધો માલ વેચાયા પછી ખેડૂતોએ ઓછા ભાવો અંગે ભારે હોબાળો મચાવીને આજરોજ કપાસની હરરાજીનો બહિષ્કાર કર્યો હતો.

આ અગાઉ કપાસની ખરીદી કરતા તળાજાના જીનરોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કપાસની માંગમાં ઘટાડો થવા ઉપરાંત કપાસની ગાંસડીની ડિમાન્ડ ઘટતી જતી હોવાથી કપાસની ખરીદીમાં ઉંચા ભાવો પોસાતા ન હોય ચોક્કસ મર્યાદાથી ઊંચા ભાવે કપાસ ખરીદી ન કરવાનો નિર્ણય લીધાના અહેવાલો આવતા અને આજરોજ ખેડૂતો પોતાનો કપાસ લાવીને હરાજીમાં મુકતા કપાસના મણના રૂપિયા 1550 થી 1757 ભાવો અંકાતા ખેડૂતોએ ભારે ખોટ જતી હોવા હોવાનું કહીને અકળાયા હતા ને હરાજીનો બહિષ્કાર કરીને માલ ઓછા ભાવે ન વેચવા માટે જાહેર કરતા હોવાનું જણાઈ રહ્યું હતું.

કપાસની ખરીદી ત્રણ દિવસ ન કરવાનો મેસેજ વાયરલ
કપાસના ભાવ અંગે સમગ્ર ગુજરાતમાં સર્જાયેલ વિવાદની વચ્ચે ગુજરાતના મોટા ગજાના કડીના કડી કોટન એસોસિયન દલાલના નામે આગામી 24, 25 અને 26 ત્રણ દિવસ કપાસ નહિ ભરવા માટેનો મેસેજ વાયરલ થતા કપાસના વેપારીઓ આગામી સમયમાં શું નિર્ણય લે તે જોવાનુ રહેશે, દરમિયાન આજ બપોર પછી તળાજા માર્કેટિંગ યાર્ડ સંચાલકોએ ખેડૂત ભાઈઓ જોગ જાહેર સૂચના આપેલ છે કે હાલની સ્થિતિએ તળાજા યાર્ડમાં કપાસની હરાજી બંધ કરવામાં આવેલ છે અને બીજી જાણ કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં ખેડૂતોને કપાસ ન લાવવા માટે વિનંતી કરેલ છે.

ખેડૂતોને કપાસના મણના 2,000થી ઓછા ભાવો પોસાય તેમ જ નથી
તળાજા માર્કેટિંગ યાર્ડમાં એકઠા થયેલ ખેડૂતોનું કહેવુ હતું કે આ વર્ષે વિવિધ વિવિધ કારણોસર કપાસમાં ઉત્પાદન ઘટતું દેખાય છે તેની સામે ખેત ખર્ચ વધારો હોવાથી કપાસના મણના 2,000 થી ઓછા ભાવો પોસાય તેમ નથી. આવું કહીને ખેડૂતો પોતાનો હરાજી વિનાનો કપાસનો યાર્ડ કમ્પાઉન્ડમાં મૂકીને હરાજીમાં ભાગ ન લેવા મક્કમ થઈ ગયા હતા. શ્વેત સુવર્ણ તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માંગ સતત વધતી રહે છે કપાસના બજારમાં સટ્ટા જેવુ વાતાવરણ સર્જાતું હોવાથી ગાંસડીના ભાવો નીચા જતા હોવાના સમયે કપાસની ઊંચા ભાવની ખરીદી હાલ પોસાતી નથી.

અન્ય સમાચારો પણ છે...