તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુઓથી ડર:વાલર ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરાથી ભયનો માહોલ, કિસાન સૂર્યોદય યોજના સત્વરે શરૂ થાય તેવી ખેડૂતોની માગણી

તળાજા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રિના સમયે વીજળી અપાતી હોવાથી ડર

તળાજા તાલુકાના દરિયા કિનારાના લાંબા વિસ્તાર જે બૃહદગીર વિસ્તાર તરીકે ગણાઈ રહ્યો છે. આ વિસ્તારમાં ઘણા સમયથી સિંહોનો વસવાટ સ્થિર થઇ રહ્યો છે.ખાસ કરીને દાઠા પંથકના વાલર, દાઠા, મેથળા, વેજોદરી, બાંભોર, તલ્લી ગામની સીમ વાડીઓમાં કેટલાક સમયથી સિંહ અને દિપડા સહિતના રાની પશુઓની અવરજવર વધી છે. હવે આ સિંહ અને દિપડા વનવિભાગના અનામત વિસ્તારમાંથી રેવન્યુ વિસ્તારમાં ગામડાઓમાં,ઓચિંતા આવીને અને પાલતુ પશુઓને નિશાન બનાવે છે.

આ વિસ્તારમાં સ્થાયી થયેલ એકલદોકલ સિંહ અવારનવાર તે સીમવાડી વિસ્તારમાંથી શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરતાં નજરે પડે છે. જેના લીધે ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનો ડરથી ભયભીત બન્યા છે. આ વિસ્તારનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે. જેમાં સીમ વાડીઓમાં ખાસ કરીને સાંજના સમય પછી ઘરની બહાર નીકળતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે આ વિસ્તારમાં આવી ચઢેલ સિંહે વાલર ગામના યુવાન પર હુમલો કર્યો હતો,હવે એ એજ જગ્યા અને આજુબાજુની વાડીમાં એજ સિંહ આંટાફેરા કરતો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા રાત્રિના સમયે વાલર ગામના પાદર સુધી આવી ચડયાનું લોકોએ નજરે જોયું હતું જેને કારણે રાત્રીના સમયે આ વિસ્તાર બહાર નીકળવામાં જોખમી બની રહ્યો છે.

આ અંગે વાલર ગામના સામાજિક કાર્યકર જયેન્દ્રસિંહ સરવૈયાના જણાવ્યા મુજબ મુજબ હાલમાં રવિ સિંચાઈ માટે નહેર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે અને ઉભા પાક માટે માટે પાણીની ખાસ જરૂરિયાત છતાં રાની પશુઓની બીકથી ખેડૂતો પાકને પિયત કરી શકતા નથી અને પાણી વેડફાઈ જાય છે. વાડી વિસ્તારમાં રાત્રિના સમયે વીજળી આપવામાં આવે છે તે પણ ખેડૂતો રાની પશુઓથી ડરના માર્યા વાડીમાં પિયત માટે જઈ શકતા નથી એટલે વિસ્તારમાં ખેતીને બચાવવા સત્વરે કિસાન સૂર્યોદય યોજના શરૂ થાય અને દિવસે વીજળી મળે તેવી લોકમાંગ ઉઠી છે. કિસાન સૂર્યોદય યોજના સત્વરે શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું જરૂર પડે તો પ્રજાકીય લાગણીનો પડઘો પાડવા આગામી પંચાયતોની ચૂંટણીમાં આ માંગનો મજબૂત પડઘો પાડવા વિચારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો