ધરતીપૂત્રોમાં ખુશી:તળાજામાં ડુંગળીના મબલખ ઉત્પાદનની આશા

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાજા પંથકમાં શિયાળુ ડુંગળીની કળીનું ચોપાણી કાર્ય પુર જોશમાં
  • ​​​​​​​અત્યાર સુધીમાં 50 % ​​​​​​​ચોપાણી પૂર્ણ થયુ, નવેમ્બર માસના ત્રીજા અઠવાડિયા સુધી શરૂ રહેવાનો અંદાજ

તળાજા તાલુકાના કંઠાળ વિસ્તાર સહિત પાણી પિયતની સુવિધા વાળા ગામોમાં શિયાળુ ડુંગળી માટેની કાંજી કળીનું ચોપાણ છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી શરૂ થઈ ગયું છે . દિવાળી પહેલા મગફળી સહિતના ચોમાસુ પાક લેવાયા બાદ ખાલી થયેલ જમીનના પાડામાં આ વખતે તળાજા તાલુકાના ખેડૂતોએ ડુંગળીની કળીનું ચોપાણ શરૂ કરી દીધેલ છે. અત્યાર સુધીમાં 50 % ચોપાણ પૂર્ણ થયેલ છે અને હજુ પણ નવેમ્બર માસના બીજા ત્રીજા અઠવાડિયા સુધી શરૂ રહેશે એવો અંદાજ છે.સાનુકુળ વાતાવરણ અને પિયતની સુવિધાથી આ વર્ષે તળાજા પંથકમાં ડુંગળીનું મબલખ ઉત્પાદનની ખેડૂતો અપેક્ષા રાખી રહયાં છે.

તળાજા મહુવા પંથકની જમીન ડુંગળીની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. ભાવનગર જિલ્લાના ડુંગળીના કુલ વાવેતરમાં મહુવા તળાજાનો હિસ્સો અધિકતમ રહે છે. તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સબ્જીમંડીમાં મહુવા તળાજા લાલ તરીકે જાણીતી થયેલ ડુંગળીની માંગ સતત રહે છે. તેમજ મહુવામાં ડુંગળી આધારિત ડીહાઈડ્રેશન એકમોનો વ્યાપ વધારે છે, મહુવાથી સારી ક્વોલિટીની ડુંગળીની નિકાસ પણ થઈ રહેલ છે. જેના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરેક સીઝનમાં ઉત્પાદિત થયેલ ડુંગળી તથા ડુંગળીના મેડા સંગ્રહિત માલની સતત આવક શરૂ રહે છે.

ડુંગળીના પાક માટે ઠંડુ વાતાવરણ વધુ અનુકુળ
ડુંગળનો પાક અત્યંત સેન્સીટીવ છે તેને ગરમ અને ભેજવાળુ વાતાવરણમાં માફક આવતું નથી. એટલે જ મોટાભાગે ડુંગળીનું વાવેતર શિયાળામાં થાય છે. ડુંગળીની કળી કે રોપ ના ચોપાણ પછી ગરમી કે ભેજવાળું વાતાવરણ સર્જાય તો તેના પાકમાં બાફીઓ ચરમી સહિત મૂળ જન્ય રોગ પ્રસરે તો તેના ઉત્પાદન ઉપર અસર થાય છે જેથી ખેડૂતોએ નુકસાન નિવારવા માટે ઉજરતા ડુંગળી પાક પર સતત નિરીક્ષણ કરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...