તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતી:કૃષિના વધુ ઉત્પાદનની લાલચે રસાયણોનો અતિરેક જોખમી

તળાજા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતીવાડીમાં જીવાતોનો પ્રકોપ રોકવા
  • જમીનમાં પ્રાકૃતિક ઘટકોને નુકશાન સાથે પર્યાવરણ અને જન આરોગ્ય માટે પણ અત્યંત નુકશાનકારક

ખેડૂતો હરીયાળી ક્રાંતીને નામે વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં જમીનમાં પ્રકૃતિક ઘટકોને નુકશાન કરી રહયાં છે.રોગ જીવાતોનો ઉપદ્રવ નાં નિયંત્રણ માટે દવા રસાયણોનો અતિરેક જોખમી સાબિત થઇ રહયાં છે જયારે પર્યાવરણ સમતુલા અને જન આરોગ્યને પણ નુકશાન થઇ રહયું છે.

તળાજા સહીત ખેતીવાડી સમૃધ્ધ ગણાતા વિસ્તારોમાં ગત વર્ષોમાં કિસાનો ખેતી ખંતથી કરતા હોવા છતા કુદરતી રીતે કપાસમાં ગુલાબી ઇયળો, લીલી પોપટી, સફુદ મસી, તેમજ મગફળી, કઠોળ સહીત વિવિધ પાકોમાં ઇયળો મેલોમસી, થ્રીપ્સ સહીત પાક ભક્ષક જીવાતોનો પ્રકોપ વધતો રહ્યો હતો. ખેડૂતો બારમાસી અધિકતમ ઉત્પાદન મેળવવાની દોડમાં અનેક પ્રકારનાં ખાતર, દવા, રસાયણોનાં અતિશય ઉપયોગથી જમીનનો કુદરતી રસ-કસ ચુસાઇ જાય અને ધરતીનાં પ્રાકૃતીક બંધારણો જોખમાય તેવી સ્થિતી નિર્માણ થતા આખરે જમીનની પાક ઉત્પાદન ક્ષમતાને સુક્ષ્મ રીતે નુકશાન થઇ રહ્યુ છે.

કૃષી આધારીત અહીનાં અર્થતંત્રમાં હરીયાળી ક્રાંતીને અનુરૂપ મબલખ અન્ન મેળવવા અને તેમાં ઉદભવતા જીવાત રોગોના નિયંત્રણ માટે દવા રસાયણોનાં અનિયંત્રિત ઉપયોગથી જમીનનાં પ્રાકૃતીક ઘટકોને નુકશાનકારક વિષચક્ર વિસ્તાર પામતુ જાય છે.આ સંજોગોમાં ધરતીનાં કુદરતી સ્વસ્થ બંધારણથી વિપરીત રીતે નિર્જીવ થઇ રહેલ જમીનને તેના અસલ પ્રાકૃતીક સ્વરૂપે પુન: જીવીત કરવા જમીનને સમય સમય પર ઉત્પાદનથી મુક્ત રાખી તેનાં ઘટક દ્રવ્યોનાં કુદરતી સ્વરૂપને પુન: સ્થાપન કરવા અને તેના દ્વારા આખરે ખેતવિકાસને વધુ સમૃધ્ધ કરવા કિસાનોએ જાગૃતી દાખવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...