ચૂંટણી:તળાજા નાગરિક બેંકનાં બોર્ડ ઓફ ડાયરેકટર્સની ચૂંટણી

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજા નાગરિક સહકારી બેંક લિ. નાં બોર્ડ ઓફ ડાયરેકટર્સની આગામી ચુંટણીમાં કુલ 15 ડિરેકટર્સની ચુંટણીનો કાર્યક્રમ જાહેર થતા આજે સાંજનાં 4 વાગ્યે ઉમેદવારી ફોર્મ સ્વિકારવાની મુદત પૂર્ણ થવા સુધીમાં કુલ 15 ડિરેકટર્સની બેઠક સામે કુલ 34 ઉમેદવારી ફોર્મ રજુ થતા ચુંટણી રસાકસી ભરી થાય તેવા એંધાણ વર્તાઇ રહયા છે.

તળાજા નાગરિક સહકારી બેંક લિ.નાં પેટાકાયદા મુજબ સમગ્ર બોર્ડ ઓફ ડાયરેકટર્સની ચુંટણી એકીસાથે થવાની થતી હોય બોર્ડ ઓફ ડાયરેકટર્સ પૈકી 12 બેઠક સામાન્ય, 2 બેઠક મહિલા અનામત તથા એક બેઠક અનુસુચિત જાતી,અનુસુચિત આદી જાતીઓ માટે અનામત હોય કુલ 15 ડિરેકટર્સની જાહેર થયેલ ચુંટણી માટે અગાઉ સભાસદોએ પર ફોર્મ ઉપાડેલ હતાં તેમાં આજે નિશ્ચીત અવધિ દરમિયાન કુલ 34 ઉમેદવારી પત્રકો રજુ થયા હોવાનું જાણવા મળેલ છે. આ 34 ઉમેદવારી પત્રકોમાં 26 સામાન્ય બેઠક માટે, 5 મહિલા અનામત બેઠક માટે તથા 3 અનુસુચિત જાતી/ અનુસુચિત આદી જાતીઓનાં ઉમેદવારી પત્રકો રજુ થયેલ છે એમ બેંક વર્તુળમાંથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...