પાણીનો પોકાર:તળાજા તાલુકામાં જળસંચય માટે જળ સ્ત્રોત ડુકયા : પાણી પહેલા પાળ બાંધો

તળાજા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો વર્ષ જળ સંગ્રહ ક્ષમતા ઘટતી જતી હોવાથી ઉનાળુ પિયત માટે પાણીનો દેકારો
  • ભુર્ગભજળનું સ્તર વધારવા ચોમાસામાં પાણીનું ટીપે ટીપુ બચાવાથી ઉનાળામાં ફાયદો

તળાજા તાલુકો દરિયા કાંઠા વિસ્તારમાં આવેલ હોવાથી ચોમાસા બાદ જમીનના ભુગર્ભ જળની સપાટી ઘટતી જાય છે.ખેતી માટે એક માત્ર આધાર શેત્રુંજી જળાશય આધારીત સિંચાઇ યોજનામાં પણ વર્ષો વર્ષ જળ સંગ્રહ ક્ષમતા ઘટતી જતી હોવાથી ઉનાળુ પિયત માટે પાણીનો દેકારો બોલી જાય તેવી સ્થિતિ છે. તાલુકાની નદીઓ નાળાઓના ચેકડેમ અને તળાવડાઓ ઉનાળામાં તળીયા ઝાટક થઇ જાય છે.આ સંજોગોમાં એક માત્ર ઉપાય ચોમાસા પહેલા ચેકડેમો તળાવડાઓની સંગ્રહ ક્ષમતા વધારવાના કાર્યને અગ્રતા આપવાની જરૂરિયાત છે.

તાલુકાના કંઠાળ વિસ્તારમાં જળના સ્તર સતત ઉંડા ઉતરતા જાય છે અને ભુગર્ભમાં ક્ષારનું પ્રસારણ પણ વધતુ જાય છે.આવી સ્થિતિમાં દરેક ગામ કે વિસ્તાર માત્ર મહિ યોજનાના પાણી આધારિત થઇ રહયા છે. જેના બદલે દરેક વિસ્તાર પાણીની સ્થાનીક જરૂરિયાત મુજબ જળ સંગ્રહ કરી પાણીની સ્થાનીક જરૂરિયાત મુજબ જળસંગ્રહ કરી પાણી ક્ષેત્રે સ્વાવલંબન માટે માસ્ટર પ્લાન બનાવી સાનુકુળ સ્થિતિ મુજબ ભુર્ગભજળનું સ્તર વધારવા માટેની વિવિધ પધ્ધતિઓ અપનાવી ચોમાસાનાં પાણીનું ટીપે ટીપુ જમીનમાં સંગ્રહીત થાય તે માટે સામુહીક અને વ્યકિતગત રીતે સરળ યોજના અમલમાં મુકવી જરૂરી છે.

મહિ પરીએજ યોજના પર રાખવો પડતો આધાર
તળાજા તાલુકામાં તળાજા શહેરને બાદ કરતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને કંઠાળ વિસ્તારમાં મોટાભાગનાં ગામોમાં પાણીની સ્થિતિ ઉનાળામાં વિકટ થઇ જાય છે. આ વિસ્તારનાં મોટાભાગનાં ગામોનો સોર્સની યાદીમાં હોવાથી ચોમાસા બાદ આ વિસ્તારનાં ભુતળનું પાણી પીવાલાયક અને ખેતી લાયક પણ રહેતુ નથી જેનાં કારણે તળાજા તાલુકાનાં પીવાનાં પાણીનો એક માત્ર આધાર મહિપરિએજ યોજના દ્વારા પાણી વિતરણ છે.હજારો કિ.મી દૂર નર્મદાનાં પાણીનાં વિકલ્પે સ્થાનીક જળ સ્ત્રોત વિકસાવવાની અત્યંત આવશ્યકતા છે. માસ્ટર પ્લાન બનાવી સ્થાનીક જરૂરિયાત માટે સ્વાવલંબનની સ્થિતિ નિર્માણ કરવી આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...