ખેતીમાં ખર્ચ વધુ:ઓછુ ઉત્પાદન અને નીચા ભાવોથી ખેડૂતોને ભારે નુકશાની

તળાજા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ખેત ઉત્પાદનનાં ભાવો વધે તો પણ એકંદર ખેડૂતોને હરખાવા જેવું નથી
  • અનિયમિત વરસાદ, કુદરતી આફતો અને રોગ જીવાતોનો ઉપદ્રવ બાધારૂપ

તળાજા તાલુકાના ખેડૂતો જમીન પાક અને પિયતની સુવિધા પ્રમાણે વર્ષની ત્રણ સીઝનમાં સાનુકુળ પાકો લઇ રહયા છે તેમાં ખરીફ સીઝનના મુખ્ય પાકો કપાસ, મગફળીનું પ્રમાણ કુલ પાકોનાં 50 થી 60 ટકા જેટલું હોય છે જેથી કપાસ અને મગફળીનાં વધતા ઘટતા ભાવો ખેડૂતોની આર્થિક સ્થિતિને અસર કરે છે. હાલનાં સમયમાં વિવિધ પાકોમાં અગાઉના વર્ષો કરતા ભાવો ઉંચા રહે તો પણ ખેડૂતોને ઉત્પાદનનો કુલ ખેત ખર્ચ અને મળતા ભાવો વચ્ચેની ભેદરેખા અત્યંત પાતળી હોવાથી જયારે પણ ખેડૂતોનો તૈયાર પાક ખળામાં આવે ત્યારનાં બજાર ભાવોથી નફા નૂકસાનીની ખબર પડે છે.

મોટાભાગે વર્તમાન સમયમાં ખેત ઉત્પાદનનાં બજાર ભાવો ઉંચા હોય તો પણ ખેડૂતોને હરખાવા જેવું ભાગ્યેજ હોય છે. કારણ કે ભારે ખેત ખર્ચ બાદ વિવિધ કારણોસર ઉત્પાદન ઓછુ આવે તો પ્રમાણમાં ઉંચા ભાવો છતા ખેડૂતોને ઘણીવખત ખોટ પણ સરભર થતી નથી. વર્તમાન સમયમાં ઉત્પાદિત થયેલ ડુંગળીમાં ભાવમાં પણ ખેડૂતોને કમરતોડ માર પડેલ છે.

ખેડૂતો વર્ષની ત્રણેય સીઝનમાં પાક લે ત્યારે જમીનની ખેડ, ખાતર, બિયારણ, પિયત ખર્ચ રોગ જીવાતોની દવાને ખેત મજુરીમાં થતો કુલ ખર્ચ સામે મહત્તમ ઉત્પાદન ન મળે તો ઉંચા બજાર ભાવો છતા ખેડૂતોને કોઇ ફાયદો થતો નથી. તેમજ છેલ્લા વર્ષોમાં અનિયમિત વરસાદ, માવઠા , જેવી કુદરતી આફતો અને રોગ જીવાતોનો ઉપદ્રવ વધુ હોય તો એકંદર ઉત્પાદન ઓછુ થાય ત્યારે ઉંચા બજારભાવ છતા ફાયદો થતો નથી.

જીવાતોનાં ઉપદ્રવથી એકંદર ઉત્પાદન ઘટયુ
અનિયમિત વરસાદ અને વિષમ વાતાવરણને કારણે આ વર્ષે રોગ જીવાતોનાં ઉપદ્રવથી કપાસ અને મગફળીનું એકંદર ઉત્પાદન ઘટયુ છે. સામાન્ય રીતે સાનુકુળ સ્થિતિમાં કપાસમાં વિઘે 35 થી 40 મણનો ઉતારો આવતો હતો જે વિષમ સ્થિતિને કારણે ઘટીને વિઘે 20 થી 30 મણનો ઉતારો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

જયારે મગફળીમાં પણ સાનુકુળ પરિસ્થીતિમાં વિઘે 20 થી 30 મણનું ઉત્પાદન થતું હોય છે જે હાલની પરિસ્થીતીમાં વિઘે 15 થી 20 મણ થઇ જાય છે. જેથી વર્તમાન સમયમાં ગત વર્ષો કરતા વધુ ભાવ મળે તો પણ ખેડૂતોને એકંદર ફાયદો થતો નથી. > સુખદેવભાઈ પનોત, ખેડૂત, સમઢીયાળા

ભાવો ઉંચા પરંતુ ઉત્પાદન ઓછું કપાસમાં પણ એજ હાલત
ખરીફ સીઝનનાં મગફળીનાં ભાવો દિવાળી પછીની સીઝનમાં સતત સુધરતા રહયા છે. મગફળીમાં તો સરકારશ્રીનાં ટેકાના ભાવ મણનાં રૂ.1170 નાં કરતા ક્વોલિટી પ્રમાણે ખૂબ જ સારા ભાવ મળવા લાગતા આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં એક પણ ખેડૂતોએ રસ લીધો નહિ કારણ કે તેના બજાર ભાવ એકંદર સુધરતા રહ્યા છે.

તળાજા માર્કેટીંગ યાર્ડમાં મગફળીમાં ગુણવતા પ્રમાણે મણનાં 1200 થી 1500 ઉપર પણ ઉપજી રહયા છે. જયારે કપાસનાં ભાવોમાં શરૂઆતમાં મણે 1500 થી 1800 ઉપજતા હતાં જયારે સારી ક્વોલિટી હોય તો 2000 આસપાસ મળે તો પણ ખેડૂતોની ગણતરીએ કપાસના વેચાણમાં એકંદર ખોટ સહન કરવી પડે તેવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...