તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ચાર વર્ષથી શરૂ થયેલા ભાવનગર-તળાજા હાઇવેના અધુરા કામથી વાહનચાલકો ત્રસ્ત

તળાજા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઇન રસ્તા પરથી જુના ખખડધ્વજ રોડ પર વારંવાર ચડઉતર કરવું પડે

ભાવનગર અને તળાજા વચ્ચેનું ફોરલેન હાઇવેનું કામ લગભગ 80 ટકાથી વધુ પુરૂ થયેલ છે પરંતુ કોઇને કોઇ કારણસર ઘણી જગ્યાએ આ અધુરા કામને કારણે કાયવર્ઝન કઢાયેલ હોઇ અને આ મેઇન રસ્તા પરથી જુના ખખડધ્વજ સર્વિસ રોડ પર વારંવાર ચડઉતર કરવું પડે છે. આ અધુરા રહેલ કામને પુર્ણ કરવામાં ભારે વિલંબ સર્જાતો હોઇ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં પણ હાઇવે પુરે પુરો બન્યો ન હોવા છતાં કોબડી ગામ પાસે ટોલનાકુ ઉભુ કરી ટેકસ ઉઘરાવવાનું શરૂ કરાયું છે.

ચાર વર્ષ પહેલા ભાવનગર સોમનાથ હાઇવે કામનો પ્રારંભ થયો ત્યારે આ કામ 2019 માં પૂર્ણ કરી દેવાશે તેમ કહેવાયું હતું અને ત્યારબાદ આ રોડનાં જુદા જુદા ભાગો માટે અલગ અલગ એજન્સીઓને કામ અપાયું હતું. ભાવનગર તળાજા વચ્ચેનાં પૂર્ણ થયેલ હાઇવે પર પસાર થયા બાદ ઘણી જગ્યાએ જુના હાઇવેનાં સર્વિસરોડ પર ચડઉતર કરવા પડતી હોઇ ભારે ત્રાસ સહન કરવો પડે છે.

અધુરૂ કામ છતાં ટોલટેકસ તો ભરવાનો જ
અધુરાકામ અને ડાયવર્ઝનને કારણે ભાવનગર તળાજા વચ્ચે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે એટલે આ હાઇવેનો ઉપયોગ થતો હોવા છતા અંતર અને સમયમાં કોઇ ફાયદો થતો નથી ઉપરાંત અધુરા કામ છતા ટોલટેકસ ઉઘરાવવાનું શરૂ કરી દેવાતા વાહન ચાલકોને બેવડો માર પડે છે જેથી ભાવનગર તળાજા વચ્ચે અલંગ સહિતનાં ભારે વાહન વ્યવહારને પડતી મુશ્કેલીને અન્ય દુર કરવા હાઇવેનું અધુરૂ કામ વિના વિલંબે પુરૂ કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...