તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:તળાજા પાલિકામાં ભગવો લહેરાયો પ્રમુખ પદે ડો.મારડીયાની વરણી

તળાજા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા જુનીના એંધાણ વચ્ચે કોંગ્રેસના સભ્યોની ગેરહાજરી
  • પ્રમુખ પદે રહેલા કોંગ્રેસના વીનુભાઇને સસ્પેન્ડ કરાતા નવા પ્રમુખ માટે આતુરતાનો અંત

તળાજા નગરપાલીકાની બહુ ચર્ચીત પ્રમુખપદની ચુંટણીમાં વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોની ગેરહાજરીમાં તેમજ ભા.જ.પ તરફથી નગર પાલિકાના પ્રમુખપદ માટેની આવેલ એકમાત્ર દરખાસ્ત મુકાયેલ હોઇ ચુંટણી અધિકારી અને સભા અધ્યક્ષ દક્ષેશ મકવાણાએ ભાજપનાં ડો.અરવિંદભાઇ પી.મારડીયાને પ્રમુખ પદે ચુંટાયેલ જાહેર કરેલ જેને ઉપસ્થીત સૌ કોઇ આગેવાનો શુભેચ્છકો નગરપાલીકાનાં સભ્યોએ અભિનંદન શુભકામના પાઠવેલ હતી.

તળાજા નગરપાલીકાનાં પ્રમુખ પદે રહેલ કોંગ્રેસનાં વીનુભાઇ ઘુસાભાઇ વેગડનું સભ્યપદ પક્ષાન્તર ધારાહેઠળ રદ થતા જ પ્રમુખપદ પરથી સસ્પેન્ડ થયા બાદ છેલ્લા અઠવાડીયામાં તળાજા નગરપાલીકાનાં પ્રમુખ પદે કોણ સત્તારૂઢ થશે તેવી ચર્ચાઓ વચ્ચે તળાજા નગરપાલીકાનાં નવા પ્રમુખપદની ચુંટણી માટે પ્રાન્ત અધિકારી દક્ષેશ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને બોલાવાયેલ સામાન્ય સભામાં આશ્રર્યજનક રીતે કોંગ્રેસનાં તમામ સભ્યો કોઇપણ કારણસર ગેરહાજરે રહેતા નગર પાલિકાનાં પ્રમુખ પદે એક માત્ર ડો.અરવિંદભાઇ પી.મારડીયાનાં નામની દરખાસ્ત ભા.જ.પ નાં સભ્ય ઇન્દ્રજીતસિંહ કે વાળાએ રણછોડભાઇ ચાવડાનાં ટેકાથી આવેલ હતી. જેને ચુંટણી અધિકારીએ માન્ય રાખી તળાજા ન.પા.નાં પ્રમુખ તરીકે ડો.અરવિંદભાઇ મારડીયાને જાહેર કરેલ.

અન્ય સમાચારો પણ છે...