સુવિધાઓનો અભાવ:ખેત સમૃધ્ધ અને વિપુલ કુદરતી સંપદા છતાં તળાજા તાલુકો અત્યંત પછાત અને વિકાસથી વંચિત રહ્યો

તળાજા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાજા શહેર સહિત 8,700 ચો.કિ.મીટરમાં પથરાયેલ તાલુકો અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો

વિશાળ સમૃધ્ધ તટને અડીને આવેલ તળાજા તાલુકો ખેતીક્ષેત્રે સમૃધ્ધ ઉપરાંત સારૂ એવું વનક્ષેત્ર અને વિપુલ ખનીજ સંપતિથી તરબર તળાજા શહેર સહિત 8,700 ચો.કિ.મીટરમાં પથરાયેલ આ તાલુકો આઝાદીનાં સાત દાયકા બાદ અનેક વિધ કારણોસર વેપાર ઉધોગ અને રોજગારી ક્ષેત્રે અત્યંત પછાત રહેલ હોવા છતાં તંત્ર દ્વારા તળાજા વિસ્તાર પ્રત્યે ભારોભાર ઉપેક્ષા સેવાઇ રહી છે.

તાલુકાનાં વિકાસ માટેનાં પરિબળો, રસ્તા, વિજળી, પાણી, પરિવહન, આરોગ્ય, સંદેશ વ્યવહાર, સહીત આંતર માળખાકિય સુવિધાઓ અન્ય વિસ્તારોની તુલનાએ ઘણીજ નબળી રહી હોવાથી તાલુકાનાં કંઠાળ વિસ્તારનો મોટોભાગ સર્વાંગી પ્રગતિથી વંચિત રહયો છે.

જેથી આ વિસ્તારનાં શ્રમજીવી પરિવારો વર્ષનાં છ થી આઠ મહિના રોજી-રોટીની ખોજમાં ઘર ખાટલા સાથે અન્યત્ર નિર્વાસીત થઇ જાય છે. કમનસીબે આ વિસ્તારનાં પ્રજાનાં પ્રતિનીધીઓ સત્તાતંત્ર પાસે વિકાસ નીતિઓનાં અમલીકરણ કરાવવામાં નિષ્ક્રીય અને નબળા પુરવાર થયેલ છે.

ખાટલે મોટી ખોટ GIDCનો સદંતર અભાવ તળાજા તાલુકો કૃષિક્ષેત્રે સમૃધ્ધ હોય કપાસ, મગફળી, ડુંગળી સહીતનાં પાકો વિપુલ પ્રમાણમાં થાય છે જેનાં કારણે જીનીંગ ઉધોગ, ઓઇલમીલ, ખોળ-કપાસીયા પશુ આહાર ઉધોગો વિકાસને પૂર્ણ અવકાશ છે. ડીહાઇડ્રેશન અને સ્પીનીંગ ઉદ્યોગોની વિશેષ પ્રગતિ થઇ શકે છે. તાલુકાનાં વિશાળ સમુદ્રકાઠાંની જમીનો વિપુલ પ્રાકૃતિક ખનીજ સંપદા ધરાવે છે. જેમાં લાઇમસ્ટોન, બેન્ટોનાઇટ ગ્રેન્યુઅલ્સ, કાળા પથ્થરનો જથ્થો ધરબાયેલ છે. ઉચ્ચ ગુણવતા ધરાવતી સિમેન્ટ, હાઇડ્રેટેડ લાઇમ, કેલ્શીયમ કાર્બોનેટ, સ્ટોન ગ્રીટસનાં એકમો તથા મીઠુ અને મીઠા આધારીત ઉધોગોનાં વિકાસને ઉજળીતક છે પરંતુ GIDCના અભાવે ઉધોગ,ધંધા રોજગાર વિકાસને અનુકુળ પરિબળો છતાં રાજય દ્રારા છેવાડે આવેલ આ તાલુકાને યોજનાકિય લાભો આપવામાં બેદરકારી સેવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...