તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક ડેમ બિન ઉપયોગી:રોયલ-માખણીયા વચ્ચેનાં શેત્રુંજી નદીના ચેકડેમોની મરામતમાં વિલંબ

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે વર્ષથી ચેક ડેમ બિન ઉપયોગી બની રહયાં છે
  • ચેકડેમની જાળવણીનાં અભાવે થોડા જ વર્ષમાં તુટી ગયા : વરસાદી પાણીનો સંચય થતો નથી

શેત્રુંજી નદી પરનાં તળાજા નજીકનાં ચાર ચેકડેમો પૈકી રોયલ અને માખણીયા ગામ નજીક તથા શેત્રુંજી નદીનાં જુના પુલ પાસે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના અંતર્ગત લોક ભાગીદારીથી વર્ષો પહેલા બનાવેલ વિશાળ ચેકડેમની જાળવણી અને કાળજીનાં અભાવે થોડા જ વર્ષમાં તુટીને બિસ્માર થયા પછી જળસંચયનો મુળ હેતુ બર આવવાને બદલે ચેકડેમોની સાઇડમાં આવેલ આજુબાજુનાં ગામનાં ખેડૂતોની ખેતીની જમીનમાં ધોવાણ થઇ રહયુ છે. જે અંગે તંત્ર દ્વારા બેદરકારી સેવવામાં આવે છે.

રોયલ અને માખણીયા ગામ વચ્ચે શેત્રુંજી નદીનાં વિશાળ પટ્ટમાં બનાવેલ આ ચેકડેમથી આજુબાજુનાં ગામોની જમીનોનાં ભુર્ગભ પાણીનાં તળ સક્રિય રહેતા હતાં. આ ચેકડેમની સાઇડ તુટી જવાથી જળસંચય ઓછું થતું અને આજુબાજુની ખેતીની જમીનોમાં પાણી વહી જવાથી ધોવાણ થતું રહયું છે. જે માટે ગતવર્ષોમાં અવાર નવાર રજુઆતો થઇ હતી. પરંતુ કોરોના કાળને લીધે આ કામમાં ભારે ઢીલને કારણે સબંધીત વિભાગો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહી આવતા છેલ્લા બે વર્ષથી આ ચેક ડેમની ઉપયોગીતા નસ્ટ થતી રહી છે. જે અંગે આ વિસ્તારનાં ખેડૂત અગ્રણીઓએ અવારનવાર રજુઆત કરી આ ચેકડેમનું યોગ્ય સમારકામ કરી જળસંચયનાં હેતુને થતું નુકસાન નિવારવા અને ખેતીની જમીનને નવ પલ્લવિત કરવા આ વિસ્તારનાં ખેડૂતોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...