તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:મામસી ગામે ધર્મસ્થાન પરથી પસાર થતા વીજ તાર જોખમી

તળાજા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

તળાજા તાલુકાનાં દિહોર નજીક મામસી ગામે ચામુંડા માતાજી અને આવડમાતાજીનાં શ્રધ્ધેય ધર્મસ્થાન આવેલ છે. આ ધાર્મિક સ્થળોમાં દિવસે દિવસે ભાવિક ભકતો, યાત્રીકોનું પ્રમાણ વધતું જાય છે. આ મંદિરોમાં દર્શન,પુજન, પ્રસાદ માટે આવતા શ્રધ્ધાળુઓ માટે સેવક સમુદાય દ્વારા અહિ વાડી વિસ્તારમાં અન્ય સુવિધા સાથે ભોજન પ્રસાદની સુવિધા હોઇ અને રજાઓ, ઉતસવોમાં અહિ આવતા શ્રધ્ધાળુઓ માટે 24 કલાક પાણીની ટાંકીનાં નજીકનાં ભાગે પસાર થતી ખેતીવાડી માટેની વિજળીની 11 કેવીની લાઇનનાં જોવાનાં તાર જોખમકારક હોઇ કોઇ પણ સમયે આગ અકસ્માત થવાની શકયતા હોઇ તેને અન્યત્ર સલામત ખસેડવા અગાઉ સબંધીત વિજ અધિકારીઓને મૌખીક અને લેખીત રજુઆતો થઇ હતી.

તાજેતરનાં સમયમાં કોરોનાની સ્થિતિ હળવી થતા અહીં ભાવિકો યાત્રીકોનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ 11 કે.વી વિજલાઇન ખસેડવામાં આવેલ ન હોઇ અહીં આવતા દર્શનાર્થીઓ,યાત્રીકો, સેવક સમુદાયવતી દિહોરનાં અગ્રણી ઇશ્વરભાઇ જાનીએ પી.જી.વી.સી.એલ ત્રાપજ વિભાગ હેઠળ આવતી વિજ કચેરીનાં અધિકારીઓને જાહેર હિતમાં આ વિસ્તારની ટાંકી ઉપરથી પસાર થતી 11 કેવીની વિજલાઇનનાં ઝોળાને સુરક્ષીત રીતે ફેરવવા અનુરોધ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો