તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તળાજા નજીક શેત્રુંજીનાં પુલ પાસે આવેલ વળાંકમાં છાશ વારે વાહન અકસ્માત અને હેવી વાહનોની ગુંલાટ સર્જાઇ છે. અને પરિણામે થતાં નુકસાન અને લાંબો સમય બંન્ને સાઇડનો ટ્રાફીક ખોરવાઇ જાય છે. ભાવનગર-વેરાવળ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર તળાજા નજીક હાઇવે એન્જીનીયરીંગની ખામી જેવો 90 અંશના ખુણાનો વળાંક રાત્રી-દિવસનાં કોઇપણ સાયે નાના મોટા વાહન અકસ્માતને વારંવાર ઇજન આપી જાન માલની નુકશાની વ્હોરે છે છતા આજ સુધી હાઇવે ઓથોરીટીએ ગંભીરતા દાખવી અકસ્માત નિવારણનાં સુચારૂ પગલા ભર્યા નથી.
એટલે લોકોમાં પ્રશ્ન ઉદ્ભવેછે કે આ સ્થળે કોઇ મોટી આકસ્મીક હોનારતની રાહ તો નથી જોવાઇ રહીને?ભાવનગર-વેરાવળ હાઇવે પર તળાજા નજીક શેત્રુંજીનાં પુલ પાસે આવેલ આ વળાંકની એવી સ્થિતી છે કે પુરપાટ ઝડપે આવતા વાહનચાલકને છેક છેલ્લી ઘડીએ આ વળાંક ધ્યાનમાં આવે છે. ઉપરાંત બંન્ને તરફથી આવતા વાહનો છેક વળાંક સુધી એક બીજાને દ્રષ્ટી ગોચર થતા નથી, એટલે કોઇપણ સમયે વાહનચાલક સ્ટીયરીંગ પર કાબુ ગુમાવી દે તેવી સ્થિતી અકસ્માતને નોતરે છે.
બે દાયકા પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવયેલ આ માર્ગને હાઇવેમાં રૂપાંતર કરતા તે સમયે આ ગંભીર વળાંકને યથા સ્થિતીમાં રાખેલ અને ત્યારબાદ વર્ષો-વર્ષ તેના પર વાહનોનું આવાગમન અનેક ગણુ વધતુ જાય છે. પરંતુ આ વળાંકને કારણે વારૈવાર સર્જાતા અકસ્માત નિવારણ માટે કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી.
ભાવ.-સોમનાથ હાઇવે પર વળાંકો ઘટશે
છેલ્લા ચાર પાંચ વર્ષથી બહુચર્ચિત ભાવનગર-મહુવા-સોમનાથ ફોરલેન-સીક્સલેન નેશનલ હાઇવેનો ગત તા.30/5/16ના કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીનાં હસ્તે સોમનાથ ખાતે શિલાન્યાસ બાદ હવે આ માર્ગ પરનાં કામો પૈકી ત્રાપજ થી ભાદ્રોડ વચ્ચેનો રોડ ગંભીર વળાંક વગરનો બનશે. તેમ હાઇવે ઓર્થોરેટી સુત્રો દ્વારા જણાંવાયું છે જેથી ગંભીર વળાંકોથી સર્જાતા અકસ્માત નિવારાશે પરંતુ તેનાં નિર્માણમાં સમય લાગે ત્યા સુધી ભાવનગર-તળાજા વચ્ચેનાં હાલનાં ગંભીર વળાંકોમાં વધુ સલામતી જળવાય તેવા ઉપાયો યોજવા જરૂરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.