વિશેષ:તળાજા પંથકમાં વૃક્ષોના છેદનથી ઋતુચક્ર ખોરવાયું

તળાજા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાજા સહિતના વિસ્તારમાં અનિયમિત વરસાદ, પર્યાવરણ સંતુલન જોખમાયું , વનરાજીઓનું ઘટેલું પ્રમાણ

ભાવનગર જિલ્લામાં આ વર્ષે સો ટકાથી વધુ વરસાદના આંકડા સામે તળાજા સહિત કેટલાક વિસ્તારમાં 20 થી 25 ટકા ઓછો વરસાદ પડ્યાના અહેવાલો છે. કંઠાળ વિસ્તાર જે કાયમી પાણીની તંગી ભોગવી રહેલ છે. આ વિસ્તારમાં વર્ષો વર્ષ સરેરાશ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. જેના અનેકવિધ કારણોમાં ઔદ્યોગિક કે વિકાસના બાંધકામોમાં અને હાલના નેશનલ હાઇવે નાં નિર્માણ માટે હજારોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન થવાનો અંદાજ બતાવાયો છે..છેલ્લા વર્ષોમાં પ્રગતિની આડ અસરરૂપે લાકડા માટે, ઉધોગો-બાંધકામો, સિંચાઇ માટેનાં ડેમો માટે સંપાદન થયેલ જમીનો પરની હરિયાળી સ્વરૂપ વૃક્ષોનું નિકંદન થાય છે.

જેનાં કારણે ગ્લોબલ વોર્મીંગ (વૈશ્વીક ઉષ્મા)ની વિધાતક કુદરતી આફતોનો સામનોકરવો પડી રહ્યો છેતળાજા વિસ્તારમાં દરેક નવા બાંધકામો વૃક્ષોનો વિનાશ નોતરે છે. કંઠાળ વિસ્તારમાં કુદરતી વનો ઘટી રહયા છે.નદીનાં પટ્ટ અને વોંકળાં તેમજ સમુદ્કિનારાઓમાં જમીનોને મજબુતી આપતી ખનીજોનું મોટાપાયે ખનન થઇ રહયું છે. જે વૃક્ષોની જડને પણ નબળી બનાવે છે.પર્યાવરણવિદોના કહેવા પ્રમાણે આદર્શ પર્યાવરણ માટે ધરતી પર વનસ્પતિનું પ્રમાણ ઓછામાં ઓછું 33 ટકા અનિવાર્ય છે. પરંતુ હાલ ધરતીનાં કુલ ક્ષેત્રફળનાં 11 ટકા, પણ વન નથી. જંગલોનો સતત ઘટાડો થતો રહયો છે. ઘટા ટોપ વૃક્ષો વરસાદને ખેંચી લાવે છે તે હકીકત છે.

વન મહોત્સવોનું અમલીકરણ નબળું પુરવાર થયું
આઝાદીબાદ 1950 થી ગુજરાતમાં દર વર્ષે સાર્વજનિક વન મહોત્સવ ઉજવાય છે. સાત દાયકા બાદ વન મહોત્સવની ફલશ્રૃતિ કેટલી? તેનું ખરેખર આંકલન થયું છે? વર્ષો વર્ષનાં સરકારી કાર્યક્રમો અને દાવાઓ પ્રમાણે વૃક્ષોનું સવંર્ધન થયું હોય તો એક આદર્શ સ્થિતિ હોત ઉપરાંત વિકાસનાં નામે વૃક્ષોનાં અમાપ છેદન સામે નવા વૃક્ષો ઉછેરવાનાં કાયદાઓનું યોગ્ય અમલીકરણ ન થતું હોવાનું લોકો અનુભવે છે.

વૃક્ષો શુદ્ધ પ્રાણવાયુનાં મહાકાય કારખાના છે
જીવ સુષ્ટીનાં સ્વસ્થ અસ્તિત્વ માટે વાતાવરણમાં ઓક્સિજનનું ચોકકસ પ્રમાણ જળવાવું જોઇએ. વાહનો, વસતી વૃધ્ધી, ઉધોગો, કારખાનાઓ હવામાનમાં કાર્બન ડાયોકસાઇડનો વધારો કરે છે. જે જીવમાત્ર માટે હાનિકારક ક અને વરસાદને રોકનાર સાબિત થાય છે. વાતાવરણમાં વધતા ઝેરી કાર્બનને કન્ટ્રોલ કરવા, શુદ્ધ પર્યાવરણ માટે "Co2-ટુ O2" ની રિસાઇકલીંગ સ્થિતિ માટે ધરતીપર વનસ્પતિનું યોગ્ય પ્રમાણ અનિર્વાય છે. વૃક્ષો સુર્યપ્રકાશનાં સહયોગથી પ્રકાશ સંશ્વલેષણ (ફોટો સિન્થેસીઝ) દ્વારા હવામાં રહેલા કાર્બન ડાયોકસાઇડને શોષીને લીલાપાનમાં રહેલા કલોરો ફિલ સાથે સંયોજન કરીને સજીવોને માટે ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાથી કુદરતી રીતે ઉદભવતો શુદ્ધ પ્રાણવાયુ વાતાવરણમાં ફેલાય છે. અને વરસાદને આમંત્રે છે.

અન્ય સમાચારો પણ છે...