સમસ્યા:માલીક તથા તેના પુત્ર પર લાકડી પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ

તળાજાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તળાજામાં ફાસ્ટફુડની દુકાને મોડી સાંજે ધમાલ
  • અગાઉ કોલેજમાં ઝઘડો થયેલ જેની દાઝ રાખી હુમલો કર્યાની તળાજા પોલીસમાં નોંધાઇ રાવ

તળાજામાં ગાંધીજીના બાવલા પાસે આવેલ સીતારામ ફાસ્ટફુડ અડ્ડા નામની રેસ્ટોરન્ટમાં મોડી સાંજે 8 વાગ્યા આસપાસ આવેલ ગ્રાહકને દુકાનના માલીક સાથે બોલાચાલી થતા અને ઝઘડો થતા દુકાનના માલીક નરેશભાઇ તથા તેના દિકરા ધ્રુવ નરેશભાઇ અને અન્ય સોમીલ કિશોરભાઇને લાકડી તથા લોખંડના પાઇપ વડે ઇજા કરાયાની ફરિયાદ નોંધાવાઇ છે. ઘટના સમયે ચોકમાં લોકોના ટોળેટોળા સર્જાતા તળાજા પોલીસે દોડી આવી બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડ્યો હતો.

બનાવ સંદર્ભે ધ્રુવ નરેશભાઇ ગોહિલએ તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે 2016-17માં તેઓ ભાવનગર પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કરતા ત્યારે મનદિપસિંહ ગોહિલ (નેશીયા) સાથે ઝઘડો થયેલ હતો જેની દાઝ રાખી આજે મનદિપસિંહ ગોહિલ તથા મહેશ ઉર્ફે માયા વજુભાઇ મકવાણા અને અજાણ્યા ઇસમ ફરિયાદીના પિતાના સીતારામ ફાસ્ટફુડ અડ્ડાના રેસ્ટોરન્ટ પર આવી ફરિયાદી સાથે માથાકુટ કરી ફરિયાદી તથા તેના પિતા નરેશભાઇતથા તેના કૌટુંબીક ભાઇ સોમીલને લાકડી, પાઇપ જેવા હથીયારો વડે હુમલો કરી ફરિયાદીને ધંધો કરવા નહિ દઉ તેવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...