રજુઆત બાદ કામગીરી:દાઠા નજીક હંગામી ધોરણે બ્રિજની કામગીરી શરૂ

તળાજા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોની મુશ્કેલીનો તાકીદે ઉકેલની રજુઆત બાદ
  • દાઠા નજીક બગડ નદી પર આવેલ વર્ષો જુનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ

તળાજાના દાઠા અને આજુબાજુના દસેક જેટલા ગામોના લોકોને બોરડા - તળાજા જવા માટે ઉપયોગી એવા બગડ નદી પર આવેલ પુલ અવાર નવાર અલ્ટ્રાટેક કંપનીના હેવી લોડિંગ વાહનોના મારથી ખોખલો થઇ જવા પામ્યો હતો જે પુલ પરથી ગત રવિવારે કપચી ભરેલું ડમ્પર પસાર થતાં એકાએક નદી પરનો પુલ ધરાશાયી થયો હતો જો કે સદ્દનસીબે કોઇ વ્યક્તિ કે વાહનને જાનહાનિ કે માલહાની થઇ ન હતી.

આ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા દાઠા સહિત આજુબાજુના ગામના લોકોને ભારે મુશ્કેલી ઉભી થઇ છે આ અંગે માર્ગ મકાન વિભાગ સુધી રજુઆત કરાતા માર્ગ અને મકાન પેટા વિભાગ(રાજ્ય) મહુવા દ્વારા હગામી ધોરણે બ્રીજનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

માર્ગ અને મકાન પેટા વિભાગ મહુવાના ડેપ્યુટી એન્જીનિયર પ્રાપ્તીબહેન અને તેમના સ્ટાફ દ્વારા ઉપરોક્ત કામ માટે સતત કામગીરી કરાઇ રહી છે.દાઠા પોલીસ દ્વારા સ્થળ પર સતત પ્રોટેક્શન અને દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ કાલ સુધીમાં સંપુર્ણ કામગીરી પુર્ણ કરી કામચલાઉ નવા રસ્તાને લોકોની અવર જવર માટે સોંપી દેવામાં આવશે તેવી દાઠા ગ્રામ પંચાયતના આગેવાન સહદેવસિંહ સરવૈયાએ બાહેધરી આપી હતી.ગ્રામજનો પણ આ કામ માટે જહેમત ઉઠાવી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...