આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ત્રણ વરસથી એક પણ દિવસ ચુક્યા વગર નિરાધારો, પાગલ અને ઝૂંપડપટ્ટીમાં નિયમિત શિવ કથાકાર ભરદ્વાજબાપુ તેમજ તેમનો પરિવાર જાતે સ્વાદિષ્ટ ભોજન બનાવી અને પીરસવા જાય છે તેમજ દાતાની સખાવતથી મહિનામાં 5 વાર બાળકોને રમકડાં આપે છે સાથે સાથે જરૂરિયાતમંદ માટે વસ્ત્રોનું દાન પણ કરાય છે.
એ જ રીતે ઝૂંપડપટ્ટીના બાળકોને કેવલ મોદી,સંજયભાઈ સોની, જાવડ શાહ, તીર્થરાજ ગઠવી, નિલ મોદી, કનુભાઈ સોની તરફથી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા, કોરોનાકાળ દરમિયાન દરેક હોસ્પિટલમાં સવાર , બપોર અને સાંજ ટિફિન સેવાઓ પણ આપી હતી અને માસ્ક તથા સેનીટાઇઝર, અભ્યાસ કીટ , રાશનકીટ , ધાબળા, વાસણ, સગર્ભા બેનો માટે કીટ, વગેરે પૂરું પાડે છે.
અનેક વાર રક્તદાન કેમ્પ રાખે છે. કુદરતી આફત માં આ સંસ્થા ના સંયમ સેવક સતત સેવામાં હોય છે આસુતોષ અન્નક્ષેત્રના સહયોગથી જન્મ દિવસ, લગ્ન દિવસ, પુણ્ય તિથિ વગેરેમાં લોકો ઝૂંપડપટ્ટીના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપી ને ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે જે સરાહનીય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.