સુચના:તળાજા પાલીકાના સુત્રધારો સામે અનેક કામોનો પડકારો

તળાજાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા પ્રમુખ,ઉપપ્રમુખ સામે વીજળી, પાણી, સફાઇ, રસ્તાના પ્રશ્નોની ભરમાર

નગર પાલિકામાં આજે નવા ચુંટાયેલ પ્રમુખ ઉપપ્રમુખએ કામકાજ શરૂ કરી દીધું હતું પરંતું નવા સુકાનીઓ સામે શહેરના રસ્તા, સફાઇ, વિજળી, પાણી જેવા પ્રશ્નોને પ્રાધાન્ય આપવી પડશે. તળાજા નગરપાલીકામાં બીજી ટર્મનાં પ્રમુખ ઉપપ્રમુખની તા.24/8/20 ની યોજાએલ ચુંટણીમાં 1 મતની બહુમતીથી પ્રમુખ તરીકે વિનુભાઇ જી. વેગડ અને ઉપપ્રમુખ તરીકે શકિતસિંહ જે. વાળા વિજય થયા બાદ શુક્રવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો છે.

આ અગાઉ ગઇકાલે પ્રમુખ ઉપપ્રમુખનાં ચાર્જ બાબતે ભારે મથામણ બાદ તળાજા પ્રાન્ત અધિકારીની સુચનાંથી વર્તમાન પ્રમુખ હોમ કવોરંટાઇન હોવાથી અને ચીફ ઓફીસરની બદલી થયેલ હોઇ ભારે વાટાઘાટો બાદ નવ નિયુકત હોદેદારોને ઓપચારીક રીતે ચાર્જ અપાયો હતો. તળાજા નગરપાલીકામાં ચાર્જ સંભાળતા જ પ્રમુખ વિનુભાઇ વેગડ, અને ઉપપ્રમુખ શકિતસિંહ વાળાએ સૌ પ્રથમ તળાજા નગરનાં રસ્તાઓ, સફાઇ, વિજળી, પાણી, ભુર્ગભ ગટર સહીતનાં પ્રશ્નોને પ્રાથમીકતા આપવામાં આવશે તેમ જણાંવી નાગરીકોના સહકારની અપેક્ષા રાખી હતી. આ અગાઉ તળાજા નગર પાલિકા દ્વારા નવા પ્રમુખ ઉપપ્રમુખ તા.3/9/20 નાં ચાર્જ સંભાળશે તેવી માહિતીને કારણે નવનિયકુત સભ્યોએ પ્રાન્ત અધિકારી સમક્ષ કરેલ રજુઆતથી પ્રાન્ત અધિકારીએ ગઇકાલે ચાર્જ સોંપવા સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...