હાલાકી:તળાજા ગ્રામ્ય વિસ્તારમાં રઝળતા ઢોરોના ભેલાણની વિકરાળ સમસ્યા

તળાજા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોચરની જમીનોમાં દબાણો વધતા ઢોરો માટે ખોરાક માટે રઝળપાટ
  • રોઝડા, ભુંડ અને રઝળતા પશુઓ ઉભા મોલને ખેદાન-મેદાન કરી રહ્યાં છે

તળાજા પંથકમાં ગોચરની જગ્યાઓમાં દબાણોની સમસ્યા વકરતા નધણીયાત માલઢોરો ખોરાક માટે વાડી ખેતરોમાં ત્રાટકતા હોય ખેડૂતોને ભારે નુકશાન કરી રહયં છે. તળાજા તાલુકાના મોટાભાગના ગામોમાં રઝળતા ઢોરોની સમસ્યા દિવસે દિવસે વિકટ બનતી જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં રઝળતા ઢોર માટે ગામે ગામ ગોચરની અનામત જમીનોનો યેનકેન પ્રકારે અનધિકૃત રીતે દબાણો કરીને ખાલસા કરી દેવાતા ગામે ગામ નઘણીયાતા ઢોરો ખોરાકની શોધમાં ભટકતા રહીને છેવટે વાડી ખેતરના ઉભા મોલમાં ભારે માત્રામાં ભેલાણ કરી નુકસાન કરે છે જેથી ખેડૂતોએ રાત દિવસ પરસેવો પાડીને ઉજેરેલો લહેરાતો પાક રોડાઇ જાય છે દિવસે દિવસે ગામડાઓમાં સીમમાં રોઝડા અને ભુંડનો ત્રાસ પણ અસહય થતો જાય છે.

તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વૃધ્ધિ અને રહેણાક, રોજગાર, વેપાર ઉદ્યોગ માટેની જમીનોનું અધિગ્રણ થવા લાગવાથી તથા ગોચર અને સીમતળની જમીનો પર મોટા પાયે દબાણો થતા ગોચરીના અભાવે ગામે ગામ નધણીયાતા પશુઓ સંપૂર્ણપણે તૃણભક્ષી હોવાથી ખોરાકની શોધમાં વાડી ખેતરમાં ઘુસી જઇને ભેલાણ કરે છે જેની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હોય આ સમસ્યા બેવડાઇ રહી છે.

માર્ગમાં અડીંગો જમાવતા માલઢોર નડતરરૂપ
ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓ શહેરી વિસ્તારમાં અસંખ્ય પ્રમાણમાં ઉતરી પડે છે.શહેરી વિસ્તારમાં રખડતી ગાયો, ખુંટીયા, ઉપરાંત ભુંડમાં ટોળા રસ્તા પર કે રહેણાંકી વિસ્તારમાં ઠેર ઠેર જામતા હોય આવા હરાયા ઢોર મહીલાઓ, બાળકો અને વૃધ્ધો માટે તથા વાહન ચાલકો માટે ભયજનક સ્થતિમાં હોઇ દરેક જગ્યાએ ટ્રાફીકની ગંભીર સમસ્યા સજે છે.

ગૌચરનો સળગતો પ્રશ્ર ઉકેલાતો નથી
દરેક ગામડાઓમાં ગોચર અને સરકારી પડતર જમીનોમાં થયેલ દબાણોથી ગૌધનનો કુદરતી નિભાવ ઘટી રહયો છે તેને દૂર કરવા સર્વે, રીપોર્ટઅને તેનાથી આગળ વધી દબાણકર્તાઓને નોટીસ આપીને સંતોષ મનાતો હોઇ દબાણો હટાવવાની કામગીરીમાં ગંભીરતાનો અભાવ જોવા મળે છે જેના કારણે સીમના રઝળતા ઢોરો વાડી ખેતરમાં ઘુસી જાય છે. > ભીમજીભાઇ પંડ્યા, પ્રમુખ માર્કેટીંગ યાર્ડ તળાજા

અન્ય સમાચારો પણ છે...