તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રો રો ફેરી સર્વિસ:ઘોઘા હજીરા ફેરી સર્વિસની ગ્રામ્ય વિસ્તારોમાં કનેકટીવીટી મળે તો લાભ, મોટાભાગના ગામોને દક્ષિણ ગુજરાત-મુંબઇ સાથે નાતો

તળાજા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા મથકેથી ઘોઘા ટર્મીનલ સુધી પહોંચવાની વ્યવસ્થા માટે એસ.ટી. ની સુવિધા મળે તે જરૂરી

ઘોઘા હજીરા રો રો ફેરી સર્વિસની તળાજા સહીત જીલ્લાનાં ગામડાને કનેકટીવીટી મળે તો ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે. ગોહિલવાડનાં મોટાભાગનાં ગામોને દક્ષીણ ગુજરાત-મુંબઇ સાથે નાતો છે અને અવાર નવાર સુરત-મુંબઇના આંટાફેરા રહે છે.

તળાજા બ્યુરો. ભાવનગર જીલ્લાનાં ડ્રીમ પ્રોજેકટ સમાન ભાવનગર જીલ્લાને દક્ષિણ ગુજરાતનાં સુરત, ભરૂચ,વલસાડ તેમજ મુંબઇ સાથે ટુંકા માર્ગે જોડતા ઘોઘા હજીરા રોપેકસ રોરો ફેરી સર્વિસની સેવા જયારથી શરૂ થઇ છે. ત્યારથી તેની સુવિધાનો લાભ ખાસ કરીને ઘોઘા ભાવનગર આસપાસનાં ગામો તેમજ સંપન્ન મુસાફરો લઇ રહયા છે. પરંતુ જીલ્લાનાં સામાન્ય વર્ગનાં પેસેન્જરોને ઘોઘા ટર્મીનલ સુધી સમયસર પહોંચવા વિશેષ વાહન સુવિધા ન હોય તેનો મોટાભાગનાં લોકો લાભ લઇ શકતા નથી.

તળાજા તાલુકાનાં અનેક ગામોનાં લોકોને આ ટુકા માર્ગની સેવા સરળતાથી મળી રહે તે માટે તળાજાનાં દરેક ગામોને આ ફેરી પરિવહન સેવાની કનેકટીવીટી સરળતાથી મળે તે માટે તળાજા એસ.ટી. ડેપો દ્વારા સાનુકુળ સમયની ખાસ એસ.ટી. રૂટ ની આવન-જાવનની સુવિધા પુરી પાડવા વારંવાર એસ.ટી. નાં અધિકારીઓને રજુઆત કરેલ છે.તળાજા તાલુકાનાં મોટાભાગનાં ગામડાઓમાંથી હીરા, ટેકસ્ટાઇલ, કારીગરો, શેરડીનાં કારખાના, તેમજ મજુર વર્ગનાં હજારો લોકોની દક્ષીણ ગુજરાતનાં વિવિધ એકમોમાં નિયમિત આવન જાવન રહે છે.

સમય બચે અને જોખમી મુસાફરી તળે
વાહન મારફત કામનાં સ્થળે પહોંચવા 15 થી 20 કલાકનો સમય જતો હોઇ અને ખર્ચ પણ વધુ આવતો હોય છે. ઉપરાંત રોરો ફેરીથી સ્થાનીક લોકોને મુંબઇ તરફની મુસારફરીનો સમય ઓછો લાગતો હોય છે. જેથી ભાવનગર જીલ્લાનાં દરેક તાલુકાઓમાંથી મુંબઇ તરફ જવા માટે ખાનગી બસોમાં મુસાફરોની અવરજવર વધુ રહે છે. જેથી ઘોઘા-દહેજ હજીરા ફેરી સેવા તેઓને સાનુકુળ અને આર્શિવાદરૂપ થઇ શકે છે. પરંતુ પોતાનાં વિસ્તારમાંથી ઘોઘા હજીરા ફેરીનાં ઉપાડવાનાં સમય પહેલા ઘોઘા ટર્મીનલ સુધી પહોંચવાની વ્યવસ્થા માટે એસ.ટી. ની સુવિધા મળે તે મહુવા, ગારીયાધાર ડેપો દ્વારા પણ ગ્રામરૂટ નો સર્વે કરી એસ.ટી. ની કનેકટીવીટીની સુવિધા આપે તે આવશ્યક છે. સબંધીત એસ.ટી. ડેપોને સુવિધા બહાલ કરવા આદેશ આપે તો આ રોરો ફેરીની ઉમદા સેવાનો સૌનો પુરતો લાભ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો