હેરાનગતિ:તળાજામાં રાત્રિના જીઈબીના ટ્રાન્સફોર્મર સાથે વાહન અથડાતા ધડાકા સાથે ધબડકો

તળાજા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધતા જતા વીજ વપરાશના પ્રમાણમાં પુરતા વોલ્ટેજથી વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ
  • ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં મોડી રાત્રે બે થી ત્રણ કલાક વીજ પુરવઠો ખોરવાયો

તળાજામાં ગત રાત્રિ સમયે ભારે ધમધમતા વિસ્તાર બાપા સીતારામ ચોક નજીક ઉભા કરવામાં આવેલ જીઈબીના ટ્રાન્સફોર્મર સાથે કોઈ વાહન અથડાઈ જતા ધડાકા સાથે ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ તેમજ આ વિસ્તારમાં અને રસ્તે નીકળતા લોકો ભય અને કુતુહલ સાથે એકઠા થઈ ગયા હતા તેમજ ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં તળાજાના ઘણા વિસ્તારમાં રાત્રે બે થી ત્રણ કલાક વીજળી વીજળી ગુલ,ગઈ હતી.

આ અંગે જી ઈ બીના સ્થાનિક અધિકારીને જાણ કરતા રાત્રિના સમયે જ ટેકનિકલ સ્ટાફ મોકલીને આજુબાજુના લોકોને સાવચેતી માટે આ બાબત અંગે જાણ કરીને બે થી ત્રણ કલાકની જાહેમત બાદ બંધ વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કર્યો હતો, તળાજામાં દિવસે દિવસે વીજ વપરાશ વધતો જાય છે.

તેના પ્રમાણમાં વીજ વપરાશકારોને પુરાવોટથી અને સતત વીજ પુરવઠો મળી રહે તે માટે હાલના ટ્રાન્સફોર્મર અને તેના લોડ અંગે ચકાસણી કરીને તમામ ટ્રાન્સફોર્મર અપગ્રેડ કરવાની જરૂરિયાત છે, હાલ તળાજામાં ગાયત્રી મંદિર સહિત કેટલાક વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યાને કારણે વારંવાર વીજ પુરવઠો ગુલ થવાની ફરિયાદ તેમજ વોલ્ટેજ વધઘટ થઈ જતા હોવાને કારણે વપરાશકારોના ઘરના વીજ ઉપકરણો નુકસાનગ્રસ્ત થવાના ભય સાથે વારંવાર ફ્રિજ ટીવી સહિત ઘર ઉપયોગી વીજ ઉપકરણોને બંધ કરી દેવાની ફરજ પડે છે.

આ બાબતે તળાજા સિટીના ડેપ્યુટી એન્જિનિયરને પણ અવારનવાર ફોનથી જાણ કરવામાં આવે છે. આ તળાજાની વીજ સમસ્યા માટે સ્થાનિક અધિકારી પૂરતું ધ્યાન આપીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરે તેવી વીજ વપરાશકારોની માંગણી છે.

કાર્યવાહી કરી નુકસાન વસૂલ કરવામાં આવશે
તળાજામાં ગત રાત્રિના ટ્રાન્સફોર્મર સાથે અથડાયેલ ટેમ્પો માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરીને નુકસાન વસૂલ કરવામાં આવશે, તળાજા ટાઉનમાં વીજળી અંગેની ફરિયાદોનો તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય નિરાકરણ કરવામાં આવે છે. > પી. એચ. જાદવ, ડે. એન્જિનિયર પીજીવીસીએલ, તળાજા

અન્ય સમાચારો પણ છે...