ઉદાસીનતા:જુના રેલ્વે પુલનાં પોલાદી પિલોર પર પીપળા ઉગી નીકળ્યા; પુલની જાળવણીમાં બેદરકારી

તળાજા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાજા અને સિહોરનાં અંતરિયાળ ગામોનાં રસ્તા માટેનાં અગત્યના
  • પોલાદી પુલ વર્ષોથી​​​​​​​ શેત્રુંજી નદીનાં ધસમસતા પ્રવાહને ખાળીને હજુ અડીખમ

તળાજા નજીક શેત્રુંજી નદી પર ભાવનગર સ્ટેટ દ્રારા પોણી સદી પહેલા બી.એમ,ટી, રેલવે અને અન્ય વાહનોનાં પરિવહન માટે બનાવેલ પુલનાં અત્યંત મજબુત પિલોર પર ઉગી નીકળેલા પીપળાઓથી આ અડીખમ પુલની જડો નબળી પડી રહી છે. પરંતુ આ પુલની જાળવણી કરવામાં પણ તંત્ર બેદરકારી સેવી રહયું છે.પરિણામે તળાજા શિહોર તરફનાં રસ્તાના અનેક અંતરિયાળ ગામોમાં અવરજવર માટે તેમજ જીલ્લાનાં માર્ગ પરિવહનો માટે ભારે અગત્ય ધરાવતા આ રજવાડી પુલને નૂકસાન થઇ રહયું છે.

જે માટે સબંધીત તંત્ર સક્રિય બની પુલની ચારેતરફ અને સાઇડને નબળા પાડતા પીપળાઓ તાત્કાલીક દૂર કરવા તેમજ આ પુલ પર પસાર થતા ભારેખમ વાહનોનો પ્રવેશ અટકાવવા માટેની લોખંડની ઉખડી ગયેલ ગડર ફીટ કરવાની તાતી જરૂરિયાત છે.

ભાવનગરનાં પ્રજાવત્સલ રાજવીએ ગોહીલવાડનાં બી.એમ,ટી, રેલ્વે અને આંતરિક રસ્તાઓ માર્ગ પરિવહન માટે ઇ.સ 1930 -31 માં તળાજા નજીક શેત્રુંજી નદીના ધુધવતા પાણીના વિશાળ પટ્ટને પાર કરવા માટે પથ્થર અને સીસાનાં ઉપયોગથી અડીખમ બનાવેલ આ પુલની “આયુ મર્યાદા પુરી થઇ ગઇ” હોવા છતા મજબુત પાયો અને પથ્થરનાં પિલોર ધરાવતો આ પોલાદી પુલ વર્ષોથી શેત્રુંજી નદીનાં ઘસમસતા પ્રવાહને ખાળીને હજુ અડીખમ ઉભો છે.

રેલીંગ અને ગડરનું સમારકામ થયું નથી
પોણી સદી પહેલા બાંધેલ આ પુલની રેલીંગ ઘણા વખતથી નુકસાનગ્રસ્ત હાલતમાં છે, જે વાહન ચાલકો,રાહદારીઓ માટે ભારે જોખમ રૂપ છે.ઉપરાંત વર્ષો જુનાં આ પુલની નબળી પડેલ વહન ક્ષમતાને કારણે બન્ને તરફથી ભારવાહક વાહનોનાં પ્રવેશ અટકાવવા માટે અહીં લગાવેલી લોખંડની ગડર પણ તુટી ગયેલ છે જેને ફરીથી મજબુતાઇથી ફીટ કરવામાં નહી આવતા અહીં ઘણીવાર ભારે વાહનો ઘુસી જઇને ફસાઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...