વ્યવસ્થા:મહુવામાં પોલીસ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન

તળાજા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાજામાં 44 બુથો બનાવી 125 મતદારો માટે કરાઇ વ્યવસ્થા
  • તળાજામાં 80 ઉપરના મતદારોએ ઘરબેઠા મતદાન કરી જાગૃતિ દર્શાવી

મહુવામાં આજે વિધાનસભાની ચુંટણીમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ તથા કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ હતુ તો તળાજામાં 80 વર્ષ ઉપરના મતદારો પોતાના ઘરે ઘર બેઠા મતદાન કરી મતદાન પ્રત્યે જાગૃતતા દર્શાવી હતી.મહુવાની કે.જી. મહેતા કન્યા વિદ્યાલયમાં વિધાનસભાની ચુંટણીમાં ફરજ ઉપર રોકાયેલ પોલીસ કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન કરવામાં આવેલ હતુ. જયારે તળાજામાં દિવ્યાંગ વિકલાંગ અને 80 વર્ષ ઉપરના મતદારોએ ઘેર બેઠા મતદાનનો લાભ લીધો લીધો હતો.

ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ અને વિકલાંગ તેમજ 80 વર્ષ ઉપરના મતદારો સરળતાથી પોતાના ઘેર બેઠા મતદાન કરી શકે તેવી ચૂંટણી પંચની ખાસ સુવિધા અંતર્ગત 100 તળાજા વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયેલા મતદારો પૈકી જે મતદારોએ આ પ્રકારના મતદાનનો લાભ લેવા માટે અગાઉથી ફોર્મ ભરેલ હોય તેવા તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારના 125 મતદારોના મતદાન માટે ચૂંટણી પંચ નિયુક્ત તળાજાના અધિકારીએ, 44 બુથોના 125 મતદારોના મતદાન માટે નિયુક્ત અધિકારી, સ્ટાફ અને સિક્યુરિટી સાથેની ખાસ ટીમ બનાવી.

અન્ય સમાચારો પણ છે...