તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:તળાજા ખાતે નગર પાલિકાના પ્રમુખ મુદ્દે રાજકારણ ગરમાયું

તળાજા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજા નગરપાલીકાનાં પ્રમુખ વીનુભાઇ વેગડનાં નગર પાલીકાનાં સભ્ય પદને પક્ષાન્તર ધારા અન્વયે તાજેતરમાં સસ્પેન્ડ કરાતા પ્રમુખનાં હોદાની ખાલી પડેલ જગ્યા માટે ચૂંટણી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા આગામી તા.29.6.21 ને મંગળવારે સવારે 11 કલાકે કોમ્યુનીટી હોલ રામપરા રોડ ખાતે સામાન્ય સભા બોલાવેલ હોઇ તળાજા નગરપાલીકાનાં પ્રમુખ પદનો હોદો મેળવવા રાજકીય ગતિવિધી તેજ થઇ ગયેલ છે.

તળાજા નગરપાલીકાની 2018 માં યોજાયેલ ચુંટણીમાં ભાજપએ પાતળી બહુમતિથી સતા મેળવી અઢી વર્ષની પહેલી ટર્મ માટે પ્રમુખપદે દક્ષાબા સુરેન્દ્રસિંહ સરવૈયા રહયા હતા ત્યારબાદ બાકીની અઢી વર્ષની ટર્મ માટે પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં તળાજા નગર પાલીકાની સામાન્ય સભામાં વીનુભાઇ વેગડએ ભાજપમાંથી પક્ષપલ્ટો કરીને કોંગ્રેસનાં ટેકાથી પ્રમુખપદ હાંસલ કરેલ હતું જે તાજેતરમાં જ પક્ષ પલ્ટા ધારા હેઠળ સસ્પેન્ડ થતા બીજા તબકકાની બાકી રહેલ મુદત માટે પ્રમુખપદની ખાલી પડેલ જગ્યા માટે ચૂંટણી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેની સહીથી બોલાવાયેલ તળાજા નગરપાલીકાનાં વર્તમાન સભ્યોની તા.29/6 ની સામાન્ય સભામાં તળાજા નગરપાલીકાની બાકી રહેલ મુદતમાં પ્રમુખ પદે કોણ આરૂઢ થશે તે અંગે તળાજા પાલીકા વર્તુળ અને નગરજનોમાં જાતજાતની ચર્ચા અને અટકળો શરૂ થઇ ગયેલ છે. દરમિયાન પ્રમુખ તરીકે સસ્પેન્ડેડ થયેલ વીનુભાઇ વેગડ દ્વારા આ પ્રક્રિયા સામે માટે ન્યાય કોર્ટમાંથી સ્ટે મેળવવા પ્રયત્નશીલ હોવાનું જાણવા મળેલ છે. પરંતુ તે બાબતે તેનો સંપર્ક થઇ શકયો નથી.

કોંગ્રેસ ગરબડ કરે તેવી ભાજપને ભિતી
તળાજા નગરપાલિકાની સાત વોર્ડનાં 28 સભ્યોમાંથી સસ્પેન્ડ થયેલ સભ્યને બાદ કરતા હાલ ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસનાં 12 સભ્યો રહેતા હાલ પ્રમુખપદ મેળવવા ભાજપ દ્વારા તમામ સભ્યોની મીટીંગ બોલાવી સર્વસંમત ઉમેદવાર માટે એડી ચોટીનું જોર લગાવાઇ રહયું છે. જે માટે જીલ્લા સંગઠન દ્વારા સામાન્ય સભા પહેલા પ્રમુખનાં હોદા માટે મેન્ડેટ આપી શિસ્તબધ્ધ વોટીંગ કરવા સૂચિત કરાશે તેમ જાણવા મળેલ છે. જયારે સામાપક્ષે કોંગ્રેસ દ્વારા પણ આ અંગે રાજકિય ગતિવિધી શરૂ હોવાનું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...