તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તા.8/2/2021 નાં જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચુંટણીનું જાહેરનામુ બહાર પડતા જ તળાજા તાલુકામાં 8 જીલ્લા પંચાયત અને 32 બેઠકની તાલુકા પંચાયતની ચુંટણી માટે રાજકિય ગરમાવો આવી ગયો છે.
તળાજા તાલુકામાં મુખ્યત્વે ભા.જ.પ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. જો કે ત્રીજા પરિબળ તરીકે કેટલાક મજબુત અપક્ષો કે અસંતુષ્ટો ચુંટણીમાં ઝંપલાવે તો નવાઇ નહી. તળાજા તાલુકામાં જીલ્લા પંચાયતની 8 બેઠકો અલંગ, દાઠા, દિહોર, પાવઠી, પીથલપુર, સરતાનપર, ઠળીયા અને ત્રાપજમાં દિહોર, ત્રાપજ, પીથલપુર અને અલંગ સીટમાં બેઠકનો પ્રકાર ફેરવાતા ગત ટર્મનાં પ્રતિનીધીઓ લડી શકશે નહી તેજ પ્રકારે તાલુકા પંચાયતની સીટોમાં પણ ઘણીખરો અનામત બેઠકોમાં ફેરફાર થયેલ છે. જેથી ચુંટણી લડવા ઇચ્છતા ગત ટર્મનાં પ્રતિનીધી અન્ય બેઠક પર ઉમેદવારી નોંધાવવામાં નિષ્ફળતા મળવાની ગણતરીએ પોતાનાં અંગત ઉમેદવારને સીટ ફાળવાય તેવા પ્રયત્નો ચાલુ કર્યા છે.
જોકે ઉમેદવારીપત્રો રજુ કરવાનો પ્રારંભ થઇ જતા હવે છેલ્લી ગતિવીધી તેજ થઇ છે. જોકે ઉમેદવારી પત્રો રજુ કરવાની છેલ્લી તા.13/2/21 હોઇ તે દિવસે આછુ ચિત્ર જાણવા મળશે. જો કે તા.15 ફેબ્રુનાં ઉમેદવારી પત્રકોની ચકાસણી અને ત્યારબાદ 16 ફેબ્રુઆરીના હરીફ ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે.
તળાજાની જિલ્લા પંચાયતમાં આપની એન્ટ્રી
તળાજાની જીલ્લા પંચાયતોની 8 બેઠકો પૈકી અત્યાર સુધી એકપણ ઉમેદવારી પત્રક રજુ થયા નહોતા પરંતુ આજ ત્રીજા દિવસે ત્રણ ઉમેદવારોએ પોતાનાં પત્રકો રજુ કરતા દિહોરની બેઠક પર એક આપનાં ઉમેદવાર અને એક અપક્ષે તેમજ પાવઠીની બેઠક પર આપ નાં ઉમેદવારે પોતાનાં પત્રકો રજુ કર્યા છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.