શિયાળાનું આગમન થતા જ તળાજાનાં સિધ્ધિનાથ, અને ગોપનાથ મહાદેવ ધામથી મહુવાનાં નિકોલ સુધીનાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં છેલ્લા અઠવાડીયાથી હજારો કિલોમીટર દૂર પૃથ્વીના કાતિલ ઠંડા પ્રદેશમાંથી શિયાળુ પરોણાગત માણવા પરદેશી પંખીઓનું આગમન શરૂ થઇ ગયું છે.
ડિસેમ્બરની મધ્યમાં આ “યાયાવર” પંખીના આગમન સમયે ઉષ્ણ વાતાવરણ જણતા કેટલીક પ્રજાતિઓ ઉત્તર તરફ ફંટાઈ હતી પરંતુ છેલ્લા અઠવાડિયાથી તમામ ,”યાયાવર પંખીઓ” તળાજાનાં કંઠાળ ક્ષેત્રો, દરિયાકાંઠામાં, મીઠાપાણીનાં તળાવડાઓ, નાના મોટા જળાશયો, ઘાંસિય મેદાનો, ફોરેસ્ટની કુંઢડા નજીકની વીડી તેમજ શાંત ડુંગરમાળમાં દર વર્ષે શિયાળામા પંખીઓનો અનોખો સંગમ સર્જાય છે.
વાતાવરણ પ્રમાણે પ્રજાતિનું આગમન
ડીસેમ્બર, જાન્યુઆરી થી ફેબ્રુઆરી, માર્ચ દરમિયાન તળાજા તાલુકા સહિત ગોહિલવાડની દરિયાઇ પટ્ટી, અને મીઠા પાણીનાં જળાશયો,ઘાંસિયા મેદાનો, અને પાણી નજીકની પર્વત માળાઓનાં શાંત વિસ્તારમાં વધતા ઓછા વરસાદ કે અન્ય કારણે વિપરીત વાતાવરણ હોય તો કેટલીક યાયાવર પંખીની પ્રજાપતી અન્યત્ર ફંટાય છે અહી નિયમિત આવતા સુરખાબ, કુંજ, પેણ, તમામ પ્રકારની બતક, ચમચા, બગલા, કાકણ, કલકલીયો, ગયણો બાટણો, દુધરાજ, હેરીયર, ગડેરો સહીત 30 થી 40 પ્રકારનાં પંખી પરોણાઓ આવે છે. - આર.આઇ.ઝીઝુવાડીયા, આર.એફ.ઓ તળાજા વનક્ષેત્ર
હજારો કિ.મીની ઉડાન ભરીને આવે છે
પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધ તથા દક્ષીણ ગોળાર્ધમાં, તેમજ પૂર્વ યુરોપ, ઔસ્ટ્રેલીયા, સાઇબિરીયા, મધ્ય એશિયા વગેરે ખંડોમાં શિયાળામાં સર્જાતા કાતિલ હિમ પ્રપાત થી પ્રભાવિત સેંકડો પંખીઓની પ્રજાતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હજારો કિ.મી ની હવાઇ ઉડાન ભરીને આપણા પ્રદેશમાં નિયમિત રીતે હુંફાળો શિયાળો ગાળવા ઉતરી પડે છે. જેમાં ખંભાતનાં અખાતમાં જીલ્લાનાં 152 કિ.મી દરિયા કાંઠાઓમાં, પુનમ અને અમાસની મોટી ભરતીથી સર્જાયેલ તળાવડાઓ, મીઠાના અગરો તેમજ કંઠાળ વિસ્તારની સીમમાં મીઠા પાણીનાં તળાવોનાં પ્રદુષણ રહિત વાતાવરણમાં આ યાયાવર પંખીડાઓ કિલકિલાટ સર્જી જળક્ષેત્રોને ગજબી મુકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.